મુખ્ય સમાચાર
News of Friday, 25th September 2020

ભારતમાં કુલ કેસ ૫૮ લાખ ઉપર : કુલ મૃત્યુઆંક ૯૨૨૯૦

છેલ્લા ૨૪ કલાકમાં ૮૬૦૫૨ નવા કેસ અને ૧૧૪૧ના મોત : એકટીવ કેસ ૯૭૦૧૧૬ : સાજા થયા ૪૭૫૬૧૬૪ : વિશ્વમાં કુલ કેસ ૩૨૪૧૩૮૮૪ : મૃત્યુઆંક ૯૮૭૭૪૨ : એકટીવ કેસ ૭૪૯૭૫૬૦ : ભારત ટુંક સમયમાં કુલ કેસના મામલે અમેરિકાથી આગળ નિકળી જશે

નવી દિલ્હી તા. ૨૫ : ભારતમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા ૫૮૧૮૫૭૦ થઇ ગઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮૬૦૫૨ કેસ સામે આવ્યા છે અને આ દરમિયાન ૧૧૪૧ લોકોના મોત થયા છે. આ સાથે કોરોનાના કારણે મરનારાની સંખ્યા વધીને ૯૨૨૯૦ની થઇ છે. ૨૪ કલાકમાં ૭૭૪૮૮ લોકો સાજા થયા છે. છ દિવસ બાદ સંક્રમિતોની સંખ્યા રિકવરી દર્દીઓથી વધી છે. આ સાથે જ અત્યાર સુધીમાં ૪૭૫૬૧૬૪ લોકો સાજા થયા છે અને દેશમાં હાલ ૯૭૦૧૧૬ લોકો કોરોનાની સારવાર લઇ રહ્યા છે.

દેશમાં છેલ્લા ૬ દિવસથી કોરોનાના આંકડા રાહત આપી રહ્યા છે. અમેરિકા, બ્રાઝીલ જેવા દેશોમાં કોરોનાના કેસ અને મોતના આંકડા પણ ઘટયા છે. જો કે ભારત એકમાત્ર દેશ છે જ્યાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ભારત દુનિયામાં સૌથી વધુ સંક્રમિતોના મામલા બીજા ક્રમે છે એટલું જ નહિ સૌથી વધુ મોતના મામલામાં ત્રીજા ક્રમે છે. ભારત એવો બીજો દેશ જ્યાં સૌથી વધુ એકટીવ કેસ છે.

ભારતમાં ગઇકાલે ૧૪૯૨૪૦૯ લોકોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું એ સાથે જ કુલ ૬૮૯૨૮૪૪૦ લોકોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં મૃત્યુઆંક ૩૪૩૪૫ થયો છે જ્યારે આંધ્રમાં ૫૫૫૮, દિલ્હીમાં ૫૧૨૩, ગુજરાત ૩૩૮૧, કર્ણાટક ૮૩૩૧, મધ્યપ્રદેશ ૨૧૨૨, પંજાબ ૩૦૬૬, તામિલનાડુ ૯૦૭૬, ઉત્તરપ્રદેશમાં ૫૩૬૬ અને પ.બંગાળ ૪૬૦૬ લોકોના મોત થયા છે.

વિશ્વની વાત કરીએ તો કુલ કેસ ૩૨૪૧૩૮૮૪ થયા છે અને કુલ ૯૮૭૭૪૨ લોકોના મોત થયા છે. વિશ્વમાં ૭૪૯૭૫૬૦ એકટીવ કેસ છે. અમેરિકામાં ૭૧૮૫૪૭૧ કેસ છે અને મૃત્યુઆંક ૨૦૭૫૩૮ છે. તે પછી ભારતનો ક્રમ આવે છે જ્યાં ૫૮૧૮૫૭૦ કેસ છે. ભારત ટુંક સમયમાં કુલ કેસના મામલે વિશ્વમાં ટોપ ઉપર પહોંચી જાય તેવી શકયતા છે.

(10:35 am IST)