મુખ્ય સમાચાર
News of Friday, 25th September 2020

ચૂંટણીની લડાઇ સુપ્રીમ કોર્ટમાં જઇ શકે છેઃ ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિએ મતપત્રકો ઉપર ફરી શંકા દર્શાવી : ટ્રમ્પની સત્તા પરિવર્તન ઉપરની ટીપ્પણી તર્કહીન હતીઃ બીડન

વોશીંગ્ટન તા. રપ :.. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બીડનથી હારે તો સત્તાના શાંતિપૂર્ણ હસ્તાંતરણ માટે ના પાડી છે. તેમણે  જણાવેલ કે તેમને લાગે છે કે મામલો સુપ્રીમ કોર્ટની સામે જ પુરો થશે. ટ્રમ્પે વારંવાર કહયું કે મેલ-ઇન વોટીંગથી ધાંધલીનું પરિણામ નિકળશે. જો કે તેમણે આ અંગે કોઇ પુરાવો નથી આપ્યો. મતપત્ર એક આપદા હોવાનું પણ તેમણે જણાવેલ.

બીજી તરફ બીડને ડેલવેયરમાં સંવદદાતાઓ સાથે વાત કરતા જણાવેલ કે ટ્રમ્પની સત્તા પરિવર્તન ઉપર ટિપ્પણી તર્કહીન હતી.

ભારતીય-અમેરિકીઓના એક વર્ચ્યુઅલ ફંડ રેઝર પ્રોગ્રામમાં બીડને ડેમોક્રેટ ઉપર રાષ્ટ્રપતિ ઉમેદવાર કમલા હૈરિસને નિપુણ રાજનેતા ગણાવેલ. તેમણે કહેલ કે ભારત અને અમેરિકા ચિનના વિપરીત નિયમોમાં ચાલનાર ઇન્ડો પેસેફીકમાં રસ ધરાવે છે.

ઉપરાષ્ટ્રપતિ માઇક પૈંસે કોરોના મહામારી છતા રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી ચૂંટણી રેલીઓનો બચાવ કરતા જણાવેલ કે આવું એટલે થઇ રહ્યું છે કેમ કે આપણે ચૂંટણી વર્ષમાં છીએ.

(11:39 am IST)