મુખ્ય સમાચાર
News of Friday, 25th September 2020

કૃષિ પેદાશો પછી હવે મોદી સરકાર વિદ્યુત કંપનીઓના ખાનગીકરણના માર્ગે : ટેન્ડર મંગાવ્યા : નિષ્ણાતોના મતે આમ જનતા તથા ખેડૂતો માટે વીજ બિલ મોંઘા થવાના એંધાણ


ન્યુદિલ્હી : કૃષિ બિલ લોકસભા અને રાજ્યસભામાં પસાર કરાવી દીધા બાદ હવે મોદી સરકાર વિદ્યુત કંપનીઓના ખાનગીકરણના માર્ગે જઇ રહી હોવાનું જાણવા મળે છે.જે માટે ટેન્ડર પણ મંગાવી લેવાયા છે.જેની છેલ્લી તારીખ 5 ઓક્ટોબર છે.
આ ટેન્ડરમાં ખાનગી કંપનીનું 100 ટકા રોકાણ ,અથવા 74  ટકા રોકાણ સાથે 26  ટકા સરકારનું રોકાણ એમ બે વિકલ્પ રાખવામાં આવ્યા છે.
સ્વાભાવિક છે કે વિદ્યુત બિલ ખાનગી કંપનીઓના હાથમાં જવાથી વીજ બિલમાં વધારો થઇ શકે.જેનો બોજો આમ જનતા તથા ખેડૂતોના ખભા ઉપર પડી શકે.
હજુ સુધી કર્મચારીઓના પગાર તથા પેનશન સહિતની બાબતોની સ્પષ્ટતા કરાઈ નથી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(12:28 pm IST)