મુખ્ય સમાચાર
News of Friday, 25th September 2020

જાણીતા ગાયક એસ.પી. બાલાસુબ્રમણ્યમની હાલત ગંભીર: લાઈફ સપોર્ટ સીસ્ટમ પર રખાયા

તબિયત લથડતા એમજીએમ હેલ્થકેર હોસ્પિટલમાં દાખલ

નવી દિલ્હી : જાણીતા ગાયક એસ.પી. બાલાસુબ્રમણ્યમની હાલત ગંભીર છે અને હાલમાં તેઓ સપોર્ટ સીસ્ટમ પર છે. થોડા દિવસો પહેલા તેઓ કોરોના સંક્રમિત થયા હતા. જો કે, તેઓએ કોરોનાને સફળતાપૂર્વક હરાવ્યો હતો. પરંતુ ફરી તેમની હાલત કથળી હોવાના કારણે તેને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેની સારવાર તબીબો દ્વારા કરવામાં આવી રહી છે.

તેમને કોરોનાવાયરસ ચેપ સાથે 5 ઓગસ્ટે એમજીએમ હેલ્થકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેણે આ માહિતી વીડિયો દ્વારા તેમના ચાહકોને આપી હતી.

(12:42 pm IST)