મુખ્ય સમાચાર
News of Friday, 25th September 2020

કોરોના વેકસીન અંગે બ્રિટનની અનોખી પહેલઃ વિશ્વની પ્રથમ કોવિડ-૧૯'હ્યૂમન ચેલેન્જ' પરીક્ષણ કરશે શરૂ

લંડનમાં કવોરન્ટાઈન કેન્દ્ર પર થશે ટ્રાયલ : બે હજાર લોકો માનવ ચેલેન્જ પરીક્ષણ માટે આગળ આવ્યા

 નવી દિલ્હી : બ્રિટેન વિશ્વની પ્રથમ કોવિડ-૧૯ 'હ્યુમન ચેલેન્જ' પરીક્ષણ કરવા જઈ રહ્યું છે. જેમાં સ્વસ્થ વોલિંટિયરને કોરોના વાયરસથી સંક્રમિત કરવામાં આવશે. એ પરીક્ષણનો હેતું પ્રયોગિક વેકસીનની અસર શોધવાનો છે. ચેલેન્જ પરીક્ષણ લંડનમાં કવોરન્ટાઈન કેન્દ્ર પર જાન્યુઆરીમાં શરુ થઈ શકે છે. પ્રોજેકટ સાથે જોડાયેલા લોકો અનુસાર આ અંગે આગામી અઠવાડિયામાં જાહેરાત થઈ શકે છે. અમેરિકી એડવોકેસી ગ્રુપ 1Day Sooner ની અપીલ પર બ્રિટેનમાં લગભગ બે હજાર લોકો માનવ ચેલેન્જ પરીક્ષણ માટે આગળ આવ્યા છે.

(2:36 pm IST)