મુખ્ય સમાચાર
News of Friday, 25th September 2020

ધો. ૧૨ CBSEની કમ્પાર્ટમેન્ટ પરીક્ષાનું પરિણામ ૧૦ ઓકટોબર પહેલા જાહેર થશે

નવી દિલ્હી, તા. ૨૫ : કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઈ)એ ગઈકાલે સુપ્રિમ કોર્ટમાં કહ્યું કે ધો.૧૨ની કમ્પાર્ટમેન્ટ પરીક્ષાનું પરિણામ તા.૧૦ ઓકટોબર પહેલા જાહેર કરવામાં આવશે.

સુપ્રિમ કોર્ટ યુજીસીને પણ નિર્દેશ કરેલ કે સ્નાતક છાત્રો માટે નવા વર્ષની શરૂ ૩૧ ઓકટોબરથી કરે. આ સમય દરમિયાન પુરક પરીક્ષાનું પરિણામ પણ આવી જશે. યુજીસીએ પણ જણાવ્યુ છે કે વર્તમાન શૈક્ષણિક વર્ષ દરમિયાન પ્રવેશ માટે દિશા નિર્દેશને અંતિમ રૂપ આપવામાં આવ્યુ છે.

(4:08 pm IST)