મુખ્ય સમાચાર
News of Saturday, 25th September 2021

અરુણાચલ પ્રદેશમાં 4.5 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા ભૂકંપનું કેન્દ્ર 237 કિમી દૂર: પાંગિનથી 237 કિમી ઉત્તર -પશ્ચિમમાં અનુભવાયા આંચકા

નવી દિલ્હી : શનિવારે અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.5 હતી. આ ભૂકંપને કારણે જાનહાનિકે જાનમાલના નુકશાનના કોઈ અહેવાલ નથી.સવારે 10.11 વાગ્યે પાંગિન વિસ્તારમાં 4.5 રિક્ટર સ્કેલનાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર 237 કિમી દૂર હતું.લોકોને ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારથી લોકોમાં ગભરાટનું વાતાવરણ છે. લોકો ભયથી ઘરની બહાર દોડી ગયા હતા

મળતી માહિતી અનુસાર, રિએક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.5 માપવામાં આવી હતી. તેના આંચકા પાંગિનથી 237 કિમી ઉત્તર -પશ્ચિમમાં અનુભવાયા હતા.

  આ મહિને 4 સપ્ટેમ્બરે અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાજ્યના ચાંગલાંગ વિસ્તારમાં 4.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

(12:41 pm IST)