મુખ્ય સમાચાર
News of Saturday, 25th September 2021

અમેરિકાના પ્રવાસ દરમિયાન વૈશ્વિક મંચ પરથી વડાપ્રધાન મોદીની શાબ્દિક સર્જીકલ સ્ટ્રાઈક : સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં આડકતરી રીતે પાકિસ્તાન ના છોતરાં કાઢી નાખ્યા : કહ્યું અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંકવાદ ફેલાવવા માટે ન થાય

ગુજરાતના કાર્યકાળને યાદ કરતાં કહ્યું એક બાળક જે ચાની દુકાન પર કામ કરતો હતો તે આજે ચોથીવાર UNGAમાં સંબોધન કરી રહ્યો છે અને આ ભારતના લોકતંત્રની તાકાત છે - સેવા પરમો ધર્મ સાથે ભારત સીમિત સંશાધન છતાં વેક્સિન ઉત્પાદનમાં લાગેલું અને દુનિયાની પહેલી DNA વેક્સિન વિકસિત કરી - જ્યારે ભારતનો વિકાસ થાય છે ત્યારે વિશ્વનો પણ વિકાસ થાય છે : પ્રધાનમંત્રી મોદીએ UNGAમાં કર્યું સંબોધન : જુઓ વિડીયો

નવી દિલ્હી :  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અમેરિકાના પ્રવાસ દરમિયાન UNGAમાં સંબોધન કર્યું હતું. જેમાં તેમણે વિશ્વમંચ પરથી અફઘાનિસ્તાનનું ઉદાહરણ આપીને આડકતરી રીતે પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા હતા.

પ્રધાનમંત્રી મોદીએ આતંકવાદ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે,  દેશ આતંકવાદનો ઉપયોગ કરી રહ્યા છે તેમણે સમજવું પડશે કે આતંકવાદ તેમના માટે પણ ખતરો છે, અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંકવાદ ફેલાવવા માટે ન થાય. તો અફઘાનિસ્તાને લઈને પણ નિવેદન આપતા કહ્યું હતું કે,અફઘાનિસ્તાનની પરિસ્થિતિનો ઉપયોગ કોઈ દેશ પોલિટિકલ ટૂલની જેમ ઉપયોગ ન કરે

   પ્રધાનમંત્રી મોદીએ વેક્સિનેશન મુદ્દે નિવેદન આપતા કહ્યું કે,ભારતમા 36 કરોડ લોકોને વીમા સુરક્ષા કવચ મળ્યું છે, 50 કરોડથી વધારે લોકોને મફત સારવાર આપી છે, ત્રણ કરોડથી વધારે પાકા ઘર બનાવ્યા છે. સેવા પરમો ધર્મ સાથે ભારત સીમિત સંશાધન છતાં વેક્સિન ઉત્પાદનમાં લાગેલું, ભારતે દુનિયાની પહેલી DNA વેક્સિન વિકસિત કરી લીધી હોવાની તેમણે વાત કરી હતી. આ સાથે જ તેમણે દુનિયાના વેક્સિન બનાવનાર કંપનીઓને ભારતમાં આવીને વેક્સિન બનાવવા આમંત્રણ આપ્યું હતું.

સંયુક્ત રાષ્ટ્રમાં સામાન્ય સભાના સંબોધનમાં PM મોદીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વિચારોને યાદ કરીને એકાત્મ માનવવાદનો ઉલ્લેખ કર્યો હતો, આ સાથે જ તેમણે કહ્યું હતું કે, જ્યારે ભારતનો વિકાસ થાય છે ત્યારે વિશ્વનો પણ વિકાસ થાય છે, અમારી વિજ્ઞાન અને ટેકનોલોજી દુનિયાને મદદ કરી શકે છે.

 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એક બાળક જે ચાની દુકાન પર કામ કરતો હતો તે આજે ચોથીવાર UNGAમાં સંબોધન કરી રહ્યો છે, આ ભારતના લોકતંત્રની તાકાત છે. સાથે જ તેમણે કહ્યું સૌથી લાંબા સમય સુધી ગુજરાતમાં મુખ્યમંત્રી રહ્યો અને સાત વર્ષથી ભારતનો પ્રધાનમંત્રી છું. 

 

તેમણે સંબોધનની શરૂઆત કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી તથા પરિવારજનોને સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, છેલ્લા 100 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત સમગ્ર વિશ્વ આ મહામારીનો સામનો કરી રહ્યું છે.

 

આ સભામાં કાસ કરીને વડાપ્રધાન કોરોના મહામારી, મંદી અને વિકાસને લઈને ચર્ચા કરશે. સાથેજ અફઘાનિસ્તાનની સ્થિતીને લઈને પણ તેઓ ચર્ચા કરી શકે છે. સાથેજ જલવાયુ પરિવર્તન અને આતંકવાદને લઈને પણ વડાપ્રધાન મોદી તેમનો અવાજ ઉઠાવશે અને મહાસભામાં સંબોધન બાદ તેઓ ભારત પરત આવવા માટે રવાના થશે. 

 

પીએમ મોદીએ કહ્યું કે તમે કહ્યું કે 40 લાખ ભારતીયો અમેરિકાને મજબૂત કરી રહ્યા છે. લોકો વચ્ચેનો સંપર્ક મહત્વનો છે અને આમાં તમારું યોગદાન ખૂબ મહત્વનું રહેશે. એ જ રીતે, ભારત-અમેરિકાના સંબંધોમાં ટેકનોલોજી મહત્વની ભૂમિકા ભજવી શકે છે. એ જ રીતે, ભારત અને અમેરિકા વચ્ચે વેપારનો પોતાનો સંબંધ છે અને આપણે એકબીજાને પૂરક બનાવી શકીએ છીએ. કેટલીક ચીજો એવી છે જેની અમેરિકા પાસેથી ભારતને જરૂર છે તો કેટલીક ચીજો એવી પણ છે કે, ભારત પાસેથી અમેરિકાને જરૂર છે.

 

રાષ્ટ્રપતિ બાયડને વ્હાઇટ હાઉસમાં પીએમ મોદીને કહ્યું કે અમે તમને લાંબા સમયથી ઓળખીએ છીએ. તેમણે કહ્યું કે આજે આપણે ભારત-અમેરિકા સંબંધોના નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યા છીએ. 4 મિલિયન ભારતીય અમેરિકનો દરરોજ અમેરિકાને મજબૂત બનાવી રહ્યા છે.

(7:59 pm IST)