મુખ્ય સમાચાર
News of Saturday, 25th September 2021

ગુજરાત વેરાયટી ઓફ ટુરિઝમ સ્પોટ્સ ધરાવતુ દેશનું એકમાત્ર રાજ્ય છે : પ્રવાસન -ટુરિઝમ સેક્ટરના હોલિસ્ટિક એન્ડ ઇન્ક્લુઝીવ ગ્રોથને સાકાર કર્યો:ભૂપેન્દ્રભાઇ પટેલ

ગુજરાત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એવોર્ડ-2021 નો ગૌરવશાળી સમારોહ ગાંધીનગરમાં યોજાયો: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વિજેતાઓને સન્માનિત કર્યા: વિવિધ 26 કેટેગરીમાં 519 પાર્ટીસીપન્ટ્સમાંથી શ્રેષ્ઠતાના એવોર્ડ અપાયા: પ્રવાસન મંત્રી-રાજ્યમંત્રી સહિત દેશના વિવિધ રાજ્યોના પ્રવાસન ઉધોગ-હોસ્પિટાલિટી સેક્ટરના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતી

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગુજરાત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એવોર્ડ-2021ના ગૌરવશાળી સમારોહમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાત વેરાયટી ઓફ ટુરિઝમ સ્પોટસ ધરાવતુ દેશનું એકમાત્ર રાજ્ય છે

. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, ડેઝર્ટ ટુરિઝમ, એન્ડવેન્ચર ટુરિઝમ, સ્પીરીચ્યુઅલ એન્ડ રિલીજીયસ ટુરિઝમ તેમજ એન્સીયન્ટ એન્ડ હિસ્ટોરિક ટુરિઝમ, બોર્ડર ટુરિઝમ તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા પેટ્રીઓટિક ટુરિઝમ , બિચ ટુરીઝમ સાથે ગુજરાતે પ્રવાસન ક્ષેત્રના સર્વગ્રાહી અને સર્વસમાવેશી વિકાસને સાકાર કર્યો છે.
મુખ્યમંત્રીએ ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ અને પ્રવાસન વિકાસ નિગમ લીમીટેડ દ્વારા આયોજીત ગુજરાત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એવોર્ડના બીજા સંસ્કરણ અવસરે ટુરિઝમ-હોસ્પિટાલિટી સેક્ટરના વિવિધ એવોર્ડ પ્રદાન કર્યા હતા.
ભૂપેન્દ્રભાઇ પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, કોરોનાની મહામારીને કારણે  ટુરિઝમ અને ટ્રાવેલ સેક્ટરને વધુ અસર પડી છે.પરંતુ આપત્તિને અવસરમાં પલટવાની આગવી ખૂમારી સાથે ગુજરાતે પ્રવાસન ઉધોગ ક્ષેત્રના વ્યવસાયને ફરી ધમધમતો કરવામાં સફળ આયામો સર કર્યા છે
તેમણે ઉમેર્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કચ્છના રણને વર્લ્ડ ટુરિઝમ મેપ પર પ્રવાસનનું તોરણ બનાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઉત્સવોને પ્રવાસન સાથે જોડી ફેસ્ટિવલ ટુરિઝમનો નવો કોન્સેપ્ટ દેશને દર્શાવ્યો છે એમ પણ મુખ્યમંત્રી શ્રી એ ઉમેર્યુ હતુ.
વડાપ્રધાન નરેન્દ્રભાઇના નેતૃત્વમાં ભારતે વિકાસની રાજનીતિનો નવો યુગ સ્થાપ્યો હોવાનું જણાવી ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ’થી ‘સર્વગ્રાહી વિકાસ’ દ્વારા આત્મનિર્ભર ભારત, વિશ્વ ગુરુ ભારત બનવા માટે પ્રયાસમાં ટુરિઝમ સેક્ટરનું મોટું યોગદાન રહેલુ છે તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ.
મુખ્યમંત્રીએ ઇન્ડસ્ટ્રીયલ પાવર હાઉસ, ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બનવાની સાથો-સાથ ‘ખુશ્બુ ગુજરાત કી’ના મંત્ર સાથે ગુજરાતના પ્રવાસન વૈવિધ્યને વર્લ્ડ ટુરિઝમ મેપ પર ફરી ઘમધમતું કરવાના સંકલ્પ સાથે આગળ વધવા ની નેમ દર્શાવી હતી.
બેસ્ટ ટુરિઝમ સ્પોટ તરીકે ઉભરી રહેલા ગુજરાતને હવે ઓલરાઉન્ડ ટુરિઝમનું હબ બનાવવા રાજ્ય સરકાર સંકલ્પબધ્ધ હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર દ્વારા બોર્ડર ટૂરિઝમની દિશામાં હાથ ધરવામાં આવેલી નવતર પહેલનો  ઉલ્લેખ કરી કહ્યું કે , રાજ્યની બહારથી આવનારા પ્રવાસીઓ સીમાઓ વિશે વધુ જાણી શકે એ ઉદ્દેશથી  સરહદ દર્શન પર્યટનનો વિકાસ શરૂ કરવામાં આવ્યો છે
 રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ઐતિહાસિક દાંડી યાત્રા અને મીઠાના સત્યાગ્રહના સ્મરણો લોકો સુધી પહોંચે તે ઉદ્દેશથી ગુજરાતના દરિયાકિનારા પર આવેલા  દાંડીમાં ‘નેશનલ સોલ્ટ મેમોરિયલ’ને એક ઉત્તમ પર્યટન સ્થળના રૂપમાં વિકાસ કરવામાં આવ્યો હોવાનું મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતુ.
રાજ્ય સરકારે પ્રાચીન ઘરોહર,  ઐતિહાસિક વિરાસત-ઇમારતો સ્થળોને હેરિટેજ ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે પ્રોત્સાહિત કરતી દેશની પ્રથમ હેરિટેજ ટૂરિઝમ પોલિસી-2020 જાહેર કરી હેરિટેજ પોલિસીથી ગુજરાતની ખુશ્બુમાં એક નવું પીછું ઉમેર્યુ હોવાનું તેઓએ ઉમેર્યુ હતુ.
ગુજરાતના પ્રવાસનને વિશ્વ સ્તરે નંબર-૧ ઉપર લઈ જવાના લક્ષ્યાંક સાથે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું જણાવીને પ્રવાસન મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ કહ્યું હતું કે, પ્રવાસનના વિકાસ થકી વિશ્વભરના પ્રવાસીઓ ગુજરાત તરફ વધુ આકર્ષિત થાય અને ગુજરાતના પ્રવાસી બને તે માટે રાજ્યના તમામ પ્રવાસન સ્થળોનો વિકાસ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
 મોદીએ ઉમેર્યુ કે, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતમાં છે. એટલું જ નહિ ગુજરાત ૧૬૦૦ કિલોમીટર લાંબો દરિયા કિનારો પણ ધરાવે છે. તે ઉપરાંત ગુજરાત રાજ્ય એ સફેદ રણ, રમણીય પર્વતો, હેરિટેજ સ્થળો, ઐતિહાસિક વાવ, સોમનાથ જ્યોતિર્લિંગ, અંબાજી શક્તિપીઠ સહિતના અનેક નયનરમ્ય પ્રવાસી સ્થળો ધરાવતું રાજ્ય છે. ગુજરાતની ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક વિરાસતોને વધુ વિકસાવીને વિશ્વના પ્રવાસીઓને પ્રવાસનના માધ્યમથી આકર્ષિત કરવાનો સંકલ્પ છે.
ગુજરાત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એક્સલન્સ અવોર્ડ સમારોહની આજે બીજી એડિશન હતી. જેમાં બેસ્ટ ૩ સ્ટાર હોટેલ, બેસ્ટ ૪ સ્ટાર હોટેલ, બેસ્ટ ૫ સ્ટાર હોટેલ, બેસ્ટ હેરિટેજ હોટેલ, બેસ્ટ ઈકો રીસોર્ટ, બેસ્ટ હોમ સ્ટે એસ્ટાબિલિશમેન્ટ, બેસ્ટ ઈન-બાઉન્ડ ટુર ઓપરેટર, બેસ્ટ ઈન-બાઉન્ડ ટુર ઓપરેટર, અન્ય રાજ્યમાંથી બેસ્ટ ટુર ઓપરેટર ટુ ગુજરાત, બેસ્ટ ટ્રાવેલ ફ્લિટ ઓપરેટર, બેસ્ટ થીમ પાર્ક, બેસ્ટ ટ્રાવેલ બ્લોગર, બેસ્ટ ફોટોગ્રાફર-હેરિટેજ, બેસ્ટ ફોટોગ્રાફર-વાઈલ્ડ એન્ડ નેચર, બેસ્ટ ફોટોગ્રાફર- ટુરિઝમ ડેસ્ટિનેશન્સ, બેસ્ટ ગુજરાતી ક્યુઝિન રેસ્ટોરન્ટ, બેસ્ટ થીમ બેઈઝ્ડ રેસ્ટોરન્ટ, લિડીંગ ટુરિઝમ ઈનિશિએટીવ બાય અ ડિસ્ટ્રિક્ટ, બેસ્ટ બેન્કવેટ ફેસિલિટી, બેસ્ટ ટુર ગાઈડ, બેસ્ટ શેફ, બેસ્ટ હેન્ડીક્રાફ્ટ ક્રાફ્ટપર્સન, બેસ્ટ ટ્રાવેલ, ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી ઈન્સ્ટિટ્યુટ, બેસ્ટ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ સ્ટાર્ટ-અપ, બેસ્ટ ઈનોવેટિવ ટુરિઝમ માર્કેટીંગ કેમ્પેઈન, સ્પેશ્યલ કન્ટ્રીબ્યુશન ટુ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઈન્ડસ્ટ્રી સહિત કુલ ૨૬ પ્રકારની કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા.
ગુજરાત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એક્સલન્સ અવોર્ડ-૨૦૨૧ સમારોહમાં રાજ્ય કક્ષાના પ્રવાસન મંત્રી  અરવિંદભાઈ રૈયાણી, ગુજરાત પ્રવાસન વિભાગના સચિવ હરિત શુક્લા, ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર જેનુ દેવાન સહિતના અધિકારીઓ ઉપરાંત અભિનેતા મિલિન્દ સોમન, જય ભાનુશાલી, લોકગાયક આદિત્ય ગઢવી, ગીતા રબારી તથા પ્રવાસન ક્ષેત્ર અને હોટેલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

(10:02 pm IST)