મુખ્ય સમાચાર
News of Monday, 25th October 2021

કરવા ચોથના એક દિવસ પહેલા દોરડું લઇને પહોંચી પત્નીઃ હાથ-પગ બાંધીને પતિની કરી પિટાઇ

પિટાઇની તસવીર સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહી છે

ઇટાવા,તા.૨૫:  આખા દેશમાં રવિવારે કરવા ચોથ મનાવવામાં આવી રહી છે. પત્નીઓ પોતાના પતિની લાંબી ઉંમર માટે વ્રત રાખે છે. જોકે કરવા ચોથના દિવસે રવિવારે યૂપીના ઇટાવામાં દ્યણો હેરાન કરનારો મામલો સામે આવ્યો છે. અહીંયા કરવા ચોથના એક દિવસ પહેલા એક પત્નીએ પોતાના પતિની પિટાઇ કરી દીધી છે. પિટાઇ દરમિયાન મહિલાએ પતિને દોરડાથી બાંધી રાખ્યો હતો. આ દ્યટના વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. હાલ પિટાઇની તસવીર સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહી છે.

આ ઘટના બકેવર થાના ક્ષેત્ર અંતર્ગત મહેવા વસ્તીની છે. જાણકારી પ્રમાણે અહીં સાંજે ચતુરીબાબા રસગુલ્લાની દુકાન સામે એક વ્યકિત દારૂના નશામાં ટલ્લી થઇને આમથી તેમ ફરતો હતો. ત્યારે એક મહિલા આવી હતી અને તેણે તે વ્યકિતના હાથ પગ દોરડાથી બાંધી દીધા અને પિટાઇ શરૂ કરી હતી. જાહેરમાં મહિલા પતિની પિટાઇ કરતી હતી તે જોઈને અફરાતફરી મચી ગઈ હતી. જોત જોતમાં લોકોની ભીડ જમા થઇ ગઈ હતી. ભીડ જોઈને મહિલા પતિને દ્યસેડીને દ્યરમાં લઇ ગઈ હતી. દંપતિન્ને ઓળખનારે જણાવ્યું કે બંને હાઇવેના એક કિનારે પાસે એક ગામમાં રહે છે.

બતાવવામાં આવી રહ્યું છે કે કરવા ચોથની પૂજાનો સામાન ખરીદવા માટે પત્નીએ પતિને પૈસા આપ્યા હતા. દ્યણા સમય પછી પણ પતિ ઘરેના પહોંચ્યો તો પત્ની તેને શોધવા માટે બજાર પહોંચી હતી. ત્યાં તેણે પતિને દારૂના નશામાં ધૂત જોયો હતો. બસ પછી તો મહિલાને ગુસ્સો આવ્યો અને દારૂડિયા પતિની પિટાઇ શરૂ કરી દીધી હતી.

ગાજિયાબાદમાં એક બહાદુર મહિલા ઇજાગ્રસ્ત થઇ હોવા છતા પણ બે લૂટારાને પકડીને પોલીસના હવાલે કર્યા છે. મહિલાની બહાદુરીની દ્યણી ચર્ચા થઇ રહી છે. લૂટ દરમિયાન મહિલા ઇજાગ્રસ્ત થઇ હતી. જોકે મહિલાએ બહાદુરી બતાવતા બંને બદમાશોને દબોચી લીધા છે. આ પછી પોલીસ સ્ટેશન લઇને પહોંચી અને પોલીસના હવાલે કર્યા હતા. પોલીસ બંને બદમાશોની પૂછપરછ કરી રહી છે. બંને બદમાશોએ બાઇક પર જઈ રહેલી મહિલા પાસેથી મોબાઇલ છીનવી લીધો હતો. જોકે જયારે મહિલાને ધક્કો મારીને ભાગવાનો પ્રયત્ન કર્યો તો મહિલાએ લૂટારાને ઝડપી લીધા હતા.

(10:34 am IST)