મુખ્ય સમાચાર
News of Thursday, 24th November 2022

પ્રથમ તબક્કામાં ૨૧૧ કરોડપતિ ઉમેદવારો

પ્રથમ તબક્કાની ચૂંટણીમાં કુલ ૨૭ ટકા ઉમેદવારો કરોડપતિઃ રાજકોટ દક્ષિણના ભાજપના ઉમેદવાર પાસે કુલ ૧૭૫ કરોડની મિલકત

નવી દિલ્‍હી, તા.૨૪: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ૧ ડિસેમ્‍બરના રોજ યોજવાનું છે. તે પહેલા ADRનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્‍યો છે. જેમાં ADR રિપોર્ટમાં પ્રથમ તબક્કાના ઉમેદવારોનો રિપોર્ટ જાહેર કરાયો છે. ૨૦૨૨ની ચૂંટણીમાં ઉમેદવારી નોંધવનાર ઉમેદવારોની સપત્તિના સંદર્ભમાં રિપોર્ટમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે પ્રથમ તબક્કામાં કુલ ૨૭ ટકા ઉમેદવારો એવા છે જે કરોડોની સંપત્તિ ધરાવે છે એટલે કે આ ઉમેદવારો કરોડપતિ છે.

ADRના રિપોર્ટ મુજબ પ્રથમ તબક્કામાં કુલ ૨૧૧ ઉમેદવારો કરોડ પતિ છે. જેમાં, રાજકોટ દક્ષિણના ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળા કુલ ૧૭૫ કરોડની મિલકત ધરાવે છે. તો, કોંગ્રેસના રાજકોટના ઉમેદવાર ઇન્‍દ્રનીલ રાજ્‍યગુરુ પાસે ૧૬૨ કરોડની મિલકત હોવાનું ખુલ્‍યું છે. તો, જામનગર જિલ્લાની માણાવદર બેઠકના ભાજપના ઉમેદવાર જવાહર ચાવડા પાસે ૧૩૦ કરોડની મિલકત છે તો દ્વારકાના ભાજપના ઉમેદવાર પબુભા માણેક પાસે ૧૧૫ કરોડની કુલ મિલકત છે. તો, જામનગર ભાજપના ઉમેદવાર અને ક્રિકેટર રવીન્‍દ્ર જાડેજાના પત્‍ની રિવાબા જાડેજા પાસે કુલ ૯૭ કરોડ મિલકત છે. તો, પારડીના ભાજપ ઉમેદવાર કનું દેસાઈ પાસે ૧૦ કરોડથી વધુની મિલકત ધરાવે છે.

(3:59 pm IST)