મુખ્ય સમાચાર
News of Thursday, 24th November 2022

પાકિસ્તાનના આગામી આર્મી ચીફ અસીમ મુનીરની નિમણૂંકને રાષ્ટ્રપતિએ આપી મંજૂરી : 29 મી નવેમ્બરે પદભાર સંભાળશે

આર્મી ચીફ અસીમ મુનીર અને લેફ્ટનન્ટ જનરલ સાહિર શમશાદ મિર્ઝાના નામોને મંજૂરી આપી : રાષ્ટ્રપતિએ લેફ્ટનન્ટ જનરલ સૈયદ અસીમ મુનીરને તાત્કાલિક અસરથી જનરલના હોદ્દા પર બઢતી આપી

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ સંયુક્ત ચીફ ઓફ સ્ટાફ માટે નોમિનેટેડ આર્મી ચીફ અસીમ મુનીર અને લેફ્ટનન્ટ જનરલ સાહિર શમશાદ મિર્ઝાના નામોને મંજૂરી આપી દીધી છે.આસિમ મુનીર 29 નવેમ્બરે આર્મી ચીફનો પદભાર સંભાળશે.

રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “રાષ્ટ્રપતિએ લેફ્ટનન્ટ જનરલ સૈયદ અસીમ મુનીરને તાત્કાલિક અસરથી જનરલના હોદ્દા પર બઢતી આપી છે અને આર્મી ચીફ તરીકે તેમની નિમણૂંક 29 નવેમ્બર 2022થી અમલમાં આવશે.”

બીજી તરફ ચીફ ઓફ સ્ટાફના સંદર્ભમાં નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “રાષ્ટ્રપતિ ડો. આરિફ અલ્વીએ લેફ્ટનન્ટ જનરલ સાહિર શમશાદ મિર્ઝાને તાત્કાલિક અસરથી જનરલના હોદ્દા પર બઢતી આપી છે અને તેમને જોઈન્ટ ચીફ ઑફ સ્ટાફ કમિટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. 27 નવેમ્બર 2022 થી કમાન સંભાળશે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘ઈસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાનના બંધારણની કલમ 243(4) (a) અને (b) અને કલમ 48(1) હેઠળ બઢતી અને નિમણૂંકો કરવામાં આવી છે. આ સંદર્ભે રાષ્ટ્રપતિએ આજે તેમના કાર્યાલયમાં મળેલા દસ્તાવેજ પર સહી કરી છે.

 

નિયુક્ત આર્મી ચીફ અસીમ મુનીર અને જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ સાહિરે વડાપ્રધાન શહેબાઝ શરીફ સાથે મુલાકાત કરી છે.એક સત્તાવાર નિવેદન અનુસાર, વડાપ્રધાને આર્મી ચીફ-નિયુક્તને અભિનંદન પાઠવ્યા છે.

 

(11:21 pm IST)