મુખ્ય સમાચાર
News of Thursday, 26th January 2023

ભારતે પૂર્વી લદ્દાખમાં પોતાની જમીનનો કોઇ પણ ભાગ ગુમાવ્યો નથી:સંરક્ષણ મંત્રાલયનું નિવેદન

કેટલાક વિસ્તાર પર જરૂર બન્ને પક્ષનું પેટ્રોલિંગ રોકવામાં આવ્યુ છે કેટલાક વિસ્તારોમાં પેટ્રોલિંગ રોકાયું પરંતુ આવા વિસ્તારમાં આપણી ટેકનિક હાજરી એટલી જ છે જેટલી ચીની સેનાની છે.

નવી દિલ્હી : સંરક્ષણ મંત્રાલયે આ વાતનું ખંડન કર્યુ છે કે ભારતે પૂર્વી લદ્દાખમાં પોતાની જમીનનો કોઇ પણ ભાગ ગુમાવ્યો નથી. સેના તરફથી કહેવામાં આવ્યુ કે વિવાદિત વિસ્તારમાં ભારતે કોઇ જમીન ગુમાવી નથી. કેટલાક વિસ્તાર પર જરૂર બન્ને પક્ષનું પેટ્રોલિંગ રોકવામાં આવ્યુ છે પરંતુ આવા વિસ્તારમાં આપણી ટેકનિક હાજરી એટલી જ છે જેટલી ચીની સેનાની છે. સેના તરફથી નિવેદન તે સમાચાર પછી સામે આવ્યુ છે જેમાં કહેવામાં આવ્યુ હતુ કે ભારતે પૂર્વી લદ્દાખમાં 65માંથી 26 પેટ્રોલિંગ બિંદુ સુધી પોતાની પહોચ ગુમાવી દીધી છે.

(8:25 pm IST)