મુખ્ય સમાચાર
News of Friday, 26th February 2021

૨૦૧૯માં જ મત્સ્યપાલન મંત્રાલયની રચના કરી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

પુડુચેરની જાહેરસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર પ્રહાર : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો અલગથી કૃષિ મંત્રાલય હોઈ શકે છે, તો અલગ મત્સ્યપાલન મંત્રાલય શા માટે ના હોઈ શકે? એવો સવાલ

પુડુચેરી, તા. ૨૫ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પુડુચેરીમાં જાહેરસભામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો હતો. પીએમ મોદીએ રાહુલ ગાંધીના મત્સ્યપાલનવાળા મંત્રાલયને ટાંકીને કહ્યું કે, તેઓ વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયા હતા. રાહુલ ગાંધીએ છેલ્લા થોડા દિવસમાં બે વખત મસ્ત્યપાલન મંત્રાલયનો ઉલ્લેખ કરીને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. ત્યારબાદ ભાજપે રાહુલ ગાંધી પર પલટવાર કર્યો હતો. પુડુચેરીમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ માછીમારો સાથે મુલાકાત કરી હતી તે વખતે તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્રમાં અલગથી કૃષિ મંત્રાલય હોઈ શકે છે, તો અલગ મત્સ્યપાલન મંત્રાલય પણ શા માટે ના હોઈ શકે? તેમણે જણાવ્યું હતું કે કંગ્રેસની સરકાર આના માટે કામ કરશે.

ભાજપે મુદ્દે રાહુલ ગાંધીને આડે હાથ લેતા જણાવ્યું હતું કે પીએમ મોદીએ ૨૦૧૯માં પશુપાલન અને ડેરીની સાથે મત્સ્યપાલન મંત્રાલયની રચના કરી છે. ગીરિરાજ સિંહ મંત્રાલયની જવાબદારી સંભાળે છે અને તેમણે રાહુલ ગંધીને ટ્વીટ કર્યું હતું. ભાજપના અન્ય નેતાઓએ પણ મામલે રાહુલ પર પ્રહાર કર્યો હતો. કોંગ્રેસે રાહુલનો બચાવ કરતા ભાજપને જણાવ્યું કે ભાજપે અલગ મત્સ્યપાલન મંત્રાલય સ્થાપવાનો વાયદો કર્યો હતો અને તે મુજબ કર્યું નથી. વાકયુદ્ધ વચ્ચે કેરળમાં પણ રાહુલ ગાંધીએ ફરી વાતનું પુનરાવર્તન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે પુડુચેરી અને તમિલનાડુની મુલાકાતે છે અને તેઓ અનેક વિકાસ યોજનાઓનું ભૂમિપૂજન તેમજ ઉદ્ઘાટન કરશે.

(12:00 am IST)