News of Friday, 26th February 2021
હવે ઇન્ડીયન ન્યુઝપેપર સોસાયટી મેદાને : સમાચારો માટે અખબારોને ગૂગલ નાણાં ચુકવે : જાહેરાતની આવકમાં પણ ભાગીદારી માંગી
નવી દિલ્હી, તા. ર૬ : ઇન્ડીયન ન્યુઝપેપર સોસાયટી (આઇ.એન.એસ.) એ. ગુરૂવારે ગુગલને કહ્યું કે ભારતીય અખબારોની સામગ્રીનો ઉપયોગ કરવા બદલ તે તેમને નાણા ચુકવે અને કહ્યું કે કંપની જાહેરાતોની આવકમાં પ્રકાશકની ભાગીદારી વધારીને ૮પ ટકા કરે.
ગૂગલને લખેલ પત્રમાં આઇએનએસના અધ્યક્ષ એલ. આદિમૂલમે કહ્યું કે પ્રકાશકોએ બહુ અપારદર્શક જાહેરાત વ્યવસ્થાનો સામનો કરવો પડી રહ્યો છે. કેમકે તેમની પાસે ગૂગલની જાહેરાતની કિંમતની કોઇ માહિતી નથી. આઇ.એન.એસ. સ્ટેટમેન્ટ બહાર પાડીને કહ્યું કે ગુગલે જાહેરાતની આવકમાં પ્રકાશકની ભાગીદારી વધારીને ૮પ ટકા કરવી જોઇએ અને ગૂગલ દ્વારા પ્રકાશકોને ઉપલબ્ધ કરાવવામાં આવતા જાહેરાતની આવકના રિપોર્ટમાં વધુ પારદર્શકતા લાવવી જોઇએ.
(3:16 pm IST)