મુખ્ય સમાચાર
News of Friday, 26th February 2021

પશ્ચિમ બંગાળમાં 'સ્કૂટી' સવારી : મમતા બેનર્જી બાદ સ્મૃતિ ઇરાનીએ સ્કૂટી ચલાવી

રોડ શો દરમિયાન સ્મૃતિ ઇરાનીએ સ્કૂટી ચલાવતા ફોટો અને વીડિયો પણ વાયરલ

કોલકતા : પશ્ચિમ બંગાળનું રાજકારણ ગરમાયુ છે આવનારી વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપ અને સત્તાધારી ટીએમસી વચ્ચે સીધો મુકાબલો છે. ત્યારે બંને પક્ષ લકોને રિઝવવા માટે અવનવા પેતરા અપનાવી રહ્યા છે. ગઇકાલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પેટ્રોલ ડીઝલના વધી રહેલા ભાવનો વિરોધના ભાગરુપે સચિવાલય સુધી ઇ સ્કૂટી પર બેસીને ગયા હતા.

ત્યારે આજે મમતા બેનર્જીને જવાબ આપતા કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની પણ બંગાળના રસ્તા પર સ્કૂટી ચલાવતી જોવા મળી હતી. બંગાળના એક રોડ શોદરમિયાન સ્મૃતિ રાનીએ સ્કૂટી ચલાવી હતી. જેના ફોટો અને વીડિયો પણ વાયરલ થયા હતા. રોડ શો પુરો થયા બાદ સ્મૃતિ ઇરાનીએ પોતાના ભાષણમાં મમતા બનર્જી પર નિશાન લગાવ્યું.હતું 

સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે રાજ્યમાં હિંસા મમતા બેનર્જીના શઆસને પરિભાષિત કરે છે. રાજ્યની લોકતાંત્રિક અવાજોએ આ વખતે ચૂંટણીમાં ટીએમસીને હરાવવાનું નક્કી કરી લીધું છે. તેમણે આગળ કહ્યું કે જોઇને આનંદ થાય છે કે ભાજપના વરિષ્ઠ નેતાઓ દ્વારા જે રેલીઓનું આયોજન થાય છે, તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાઇ રહ્યા છે. જેનાથી સંકેત મળએ છે કે આ વખતે બંગાળમાં કમળ ખિલશે

(10:04 pm IST)