મુખ્ય સમાચાર
News of Friday, 26th February 2021

2021ની વસ્તી ગણતરીમાં OBCની અલગથી જાતિવાર ગણતરી કરાવવા માંગણી : સુપ્રીમ કોર્ટે માગ્યો કેન્દ્ર સરકાર પાસે જવાબ

અરજીકર્તાનું કહેવું છે કે જાતિવાર ગણતરી કરવાથી શિક્ષણ અને નોકરી વગેરેમાં અનામત અને પંચાયતી ચુંટણી વગેરેમાં સુવિધા રહેશે

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટમાં એક જનહિતની અરજી દાખલ કરાઇ છે, જેમાં કેન્દ્ર સરકાર પાસે વર્ષ 2021ની વસ્તી ગણતરીમાં અન્ય પછાત વર્ગ (અધર બેકવર્ડ ક્લાસ) ની અલગથી જાતિવાર ગણતરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે, અલગથી ગણતરી થતાં તેમના માટે સરકારી યોજનાઓનો અમલ સુનિશ્ચિત થઇ શકશે, આ અરજીનાં પહલે હવે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને તથા પછાત વર્ગ આયોગને નોટિસ જારી કરી છે.

 

  અરજીકર્તાનું કહેવું છે કે જાતિવાર ગણતરી કરવાથી શિક્ષણ અને નોકરી વગેરેમાં અનામત અને પંચાયતી ચુંટણી વગેરેમાં સુવિધા રહેશે, વર્ષ 2021માં યોજાનારી વસ્તી ગણતરી માટે જે પ્રોફોર્મો નક્કી કરાયો છે, તેમાં 32 કેટેગરી બનાવવામાં આવી છે, તેમાં હિંદુ, મુસલમાન ,એસસી  તથા એસટી, વગેરે કેટેગરી છે, પરંતું પછાત વર્ગનો ઉલ્લેખ નથી, આવી સ્થિતીમાં જાતિવાર ગણતરી થવી જોઇએ, અને પછાત વર્ગની કેટેગરી હોવી જોઇએ.

અરજીકર્તા અનુસાર પછાત વર્ગને શિક્ષણ, નોકરી, આર્થિક અને રાજકીય ક્ષેત્રમાં અપાતી યોજનાઓનો લાભ, આ બધાનો હેતું પછાત વર્ગને ગરીબી રેખાથી બહાર લાવવાનો છે, અને જ્યારે કલ્યાણ યોજનાઓ માટે બજેટ ફાળવવામાં આવે છે ત્યારે તે રકમની વહેંચણીમાં પરેશાની ઉભી થાય છે, કેમ કે જાતિ આધારીત બેકવર્ડ ક્લાસની ગણતરી અથવા સર્વે થયો નથી, જાતિ આધારીત વિસ્તૃત માહિતી ન હોંવાથી રાજ્યની કલ્યાણ યોજનાઓનો લાભ સાચા અર્થમાં લોકો સુધી પહોંચી રહ્યો નથી

(11:06 pm IST)