મુખ્ય સમાચાર
News of Monday, 26th April 2021

જુલાઇમાં નબળો પડશે કોરોના, ડીસેમ્બરમાં પાછો આવી શકે

મંગળ, ગુરૂ અને રાહુનો ત્રિકોણીય યોગ બગાડી રહ્યો છે હાલત : દેશના જ્યોતિષાચાર્યોની ભવિષ્યવાણી

નવી દિલ્હી,તા.૨૪ : કોરોનાનો કહેર ચારે દિશામાં ફેલાયો છે. ત્યારે લોકોના મનમાં એક જ સવાલ છે કે, કોરોના હવે કયારે વિદાય લેશે ? વિજ્ઞાન અને ડોકટરો આ બાબતે પોતાનો તર્ક રજૂ કરે છે તો જયોતિષી પોતાની રીતે આ બાબતે કહે છે. આ બાબતે ભોપાલના પંડિત અરવિંદ તિવારી, ઉજ્જૈન, પંડિત અમર ડિબ્બાવાલા,બેંગ્લુરૂના પંડિત છોટુલાલ દાધીચ અને શ્રીરંગપટ્ટમ (તમિલનાડુના) જયોતિષ ભાનુપ્રકાશ તથા કોલકતાના જયોતિષ બાપ્પાદિવ્ય દેવનાથે જણાવ્યુ કે કોરોના કેવી રીતે પોતાનો રંગ દેખાડશે.

જયોતિષાચાર્યોના હિસાબે કોરોનાની આ લહેર જુલાઇ સુધીમાં નબળી પડી શકે છે પણ ડીસેમ્બર આસપાસ તેના પરત આવવાની પુરી શકયતા છે. જો કે જુલાઇ ૨૦૨૨ સુધીમાં તે દેશમાંથી વિદાય થાય તેવા સંકેત છે.

પંડિત અરવિંદ તિવારી અનુસાર, મંગળ વૃષભમાંથી મિથુનમાં ગયો છે. રાહુલ જ્યારે મિથુનમાં આવ્યો હતો. ત્યારથી કોરોનાની શરૂઆત થઇ છે. ભારત કર્ક રાશીનો દેશ છે. હાલમાં ગુરૂ કર્ક રાશીના આઠમા સ્થાનમાં છે. આ મૃત્યુ તુલ્ય સ્થાન કહેવાય છે. ૫ એપ્રિલથી તેની શરૂઆત થઇ છે. મંગળ મિથુનમાં છે. નાક, કાન, ગળુ અને ફેફસા મિથુન રાશીના ક્ષેત્ર છે અને કોરોનાના એ બધાને અસર થઇ રહી છે. કર્કના ૧૨ માં ભાવમાં મંગળ છે એટલે દેશમાં કોરોના હાહાકારી રૂપ દેખાડશે. મંગળ જૂનમાં નીચનો થઇને કર્કમાં આવશે ત્યારે વધારે મુશ્કેલીઓ થશે. મંગળ, ગુરૂ અને રાહુનો આ ત્રિકોણીય યોગ છે, જે બહુ જ ખરાબ છે. ૧૮ જુલાઇ સુધી આવી જ હાલત રહેશે. ત્યાર પછી થોડુ સામાન્ય થશે. ૧૮ ડીસેમ્બરથી ફરી એક વાર કોરોના વધવાની આશંકા છે. ત્યારે હાલત આનાથી પણ વધારે ખરાબ થઇ શકે છે.

(11:33 am IST)