મુખ્ય સમાચાર
News of Thursday, 26th May 2022

મહારાષ્ટ્રમાં ભાજપ નહીં: કોંગ્રેસ-એનસીપી અમારા અસલી દુશ્મન છેઃ શિવસેના નેતા

મુંબઈ, તા.૨૬: શિવસેના (યુવા પાંખ)ના નેતા વિકાસ ગોગાવલેએ ગુરુવારે કહ્યું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (ફઘ્ભ્) અને કોંગ્રેસ પાર્ટી શિવસેનાના અસલી દુશ્મન છે, ભાજપ નહીં. ગોગાવલેએ કહ્યું કે આ વિસ્તારમાં ભાજપની વોટ ટકાવારી ઓછી છે.

ગોગાવલેએ કહ્યું, 'અમે અહીં અમારી પાર્ટીનો વિસ્તાર કરી રહ્યા છીએ. મહાડ તાલુકામાં ભાજપનો વોટ શેર ઓછો છે. ફઘ્ભ્ અને કોંગ્રેસ પાર્ટી અહીં અમારા અસલી દુશ્મન છે કારણ કે તેઓ શિવસેનાના કાર્યકરો દ્વારા કરવામાં આવેલા કામનો શ્રેય લે છે.' તેમણે વધુમાં કહ્યું કે ગઠબંધન ખતમ કરવાના પ્રયાસો ચાલુ છે.

'કોંગ્રેસના ચાર ભૂતપૂર્વ કાઉન્સિલર અને એક શિવસેના કોર્પોરેટર ગયા મહિને ફઘ્ભ્ પ્રદેશ પ્રમુખ જયંત પાટીલની હાજરીમાં ફઘ્ભ્માં જોડાયા હતા. અમે અમારા ગઠબંધનને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ પરંતુ તેઓ તેને બગાડવાનું કામ કરી રહ્યા છે,'તેમણે કહ્યું.

(3:42 pm IST)