મુખ્ય સમાચાર
News of Saturday, 25th June 2022

સ્મૃતિ મંધાના અને હરમનપ્રીતની દમદાર ઇનિંગથી શ્રીલંકા સામે ભારતીય મહિલા ટીમનો 5 વિકેટે વિજય

શ્રીલંકા ટીમના 125 રનના જવાબમાં ભારતે 19.1 ઓવરમાં 126 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો

ભારતીય મહિલા ટીમે શ્રીલંકા સામેની બીજી T20 મેચ જીતીને ત્રણ મેચની શ્રેણીમાં અજેય સરસાઈ મેળવી લીધી છે. દાંબુલામાં રમાઈ રહેલી બીજી T20 મેચ ભારતે છ વિકેટે જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયાની સ્ટાર ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાના એ 39 અને ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે 31 રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમે 125 રન બનાવ્યા હતા. અનુભવી વાઈસ-કેપ્ટન સ્મૃતિ મંધાના (34 બોલમાં 39 રન), શેફાલી વર્મા (10 બોલમાં 17 રન) અને સાભિનાની મેઘના (10 બોલમાં 17 રન) ઉપરાંત ભારતને 19.1 ઓવરમાં 126 રનનો લક્ષ્યાંક હાંસલ કરવામાં મદદ કરી હતી. આ સાથે ભારતીય ટીમ  હવે ત્રણ મેચની શ્રેણીમાં 2-0થી આગળ છે.

લક્ષ્ય એટલું મોટું પણ નહોતું પરંતુ આ સરળ લક્ષ્યનો પીછો કરતી વખતે ભારતીય ટીમને મુશ્કેલી નડી ગઈ હતી. હરમનપ્રીતે 32 બોલમાં અણનમ 31 રન ફટકારીને ટીમને જીત અપાવી હતી. શ્રીલંકાની શરૂઆત સારી હતી પરંતુ સાત વિકેટે 125 રન જ બનાવી શકી હતી. ત્રીજી અને અંતિમ T20 મેચ સોમવારે રમાશે.

મંધાના T20I માં 2,000 રન પૂરા કરનાર બીજી સૌથી ઝડપી ભારતીય મહિલા ક્રિકેટર બની, આ દિવસને યાદગાર બનાવ્યો. મંધાનાએ તેની 84મી ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી, તે દિગ્ગજ ક્રિકેટર મિતાલી રાજ (70 ઇનિંગ્સ) અને વર્તમાન કેપ્ટન હરમનપ્રીત કૌર (88 ઇનિંગ્સ) પછી આ સિદ્ધિ મેળવનારી ત્રીજી ભારતીય મહિલા ક્રિકેટર બની હતી.

ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરતી શ્રીલંકાની ટીમે કેપ્ટન ચમારી અટાપટ્ટુ (41 બોલમાં 43 રન) અને વિશ્મી ગુણારત્ને (50 બોલમાં 45 રન)ની મદદથી આદર્શ શરૂઆત કરી હતી. આ જોડીએ પ્રથમ વિકેટ માટે T20I માં શ્રીલંકા માટે 87 રનની શ્રેષ્ઠ ભાગીદારી કરી કારણ કે ભારતીય બોલરો વિકેટ લેવા માટે બેતાબ દેખાતા હતા.

પરંતુ અટાપટ્ટુ અને ગુણારત્નેના આઉટ થયા બાદ શ્રીલંકાએ વિકેટો એક બાદ એક ગુમાવવાનું ચાલુ રાખ્યું હતું અને ટીમ આટલો ઓછો સ્કોર કરવામાં સફળ રહી હતી. દીપ્તિ શર્મા (ચાર ઓવરમાં 34 રનમાં 2 વિકેટ) શ્રેષ્ઠ બોલર રહી હતી પરંતુ રાધા યાદવ અને પૂજા વસ્ત્રાકરે પણ બોલ સાથે સારા પ્રદર્શન સાથે ભારતને પકડ મજબૂત કરવામાં મદદ કરી હતી.

(12:35 am IST)