મુખ્ય સમાચાર
News of Sunday, 26th June 2022

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની તબિયતને લઈને રાજકારણ ગરમાયું : મુખ્યમંત્રીની ખુરશી, રશ્મિ કે આદિત્ય નામ સામે આવ્‍યા

ઉદ્ધવ ઠાકરેની તબિયત સારી ન થાય ત્યાં સુધી મુખ્યમંત્રી પદ કોઈ અન્યને સોંપવું જોઈએ અને તેનો આગ્રહ ન રાખવો જોઈએ: ચંદ્રકાંત પાટીલનું નિવેદન

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની તબિયતને લઈને રાજકારણ ગરમાયું છે અને મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જ્યાં સુધી તેમની તબિયત ઠીક ન થાય ત્યાં સુધી મુખ્ય પ્રધાન પદ કોઈ અન્યને સોંપવું જોઈએ.

મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યું કે મુખ્યમંત્રીની ગેરહાજરીમાં વિધાનસભાની કાર્યવાહી ચલાવવી યોગ્ય નથી. ઉદ્ધવ ઠાકરેએ જ્યાં સુધી તબિયત ઠીક ન થાય ત્યાં સુધી મુખ્યમંત્રી પદ અન્ય કોઈને સોંપવું જોઈએ અને તેનો આગ્રહ ન રાખવો જોઈએ.

ચંદ્રકાન્ત પાટીલે કહ્યું કે બિમારીના કારણે ઉદ્ધવ ઠાકરે ખુરશી છોડી શકે છે અને મહારાષ્ટ્રને નવા મુખ્યમંત્રી મળી શકે છે. તેમણે કહ્યું કે રશ્મિ ઠાકરે (ઉદ્ધવ ઠાકરેની પત્ની) અથવા આદિત્ય ઠાકરે આગામી સીએમ બની શકે છે.

(12:02 pm IST)