મુખ્ય સમાચાર
News of Monday, 26th July 2021

JEE (Advanced) 2021ની પરીક્ષાની તારીખ જાહેર : 3જી ઓક્ટોબરે કોરોનાની ગાઇડલાઇન સાથે યોજાશે એક્ઝામ

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેદ્ર પ્રધાને આજે સોમવારે ટ્વીટ કરીને પરીક્ષાની જાહેરાત કરી

નવી દિલ્હી : મેડિકલમાં પ્રવેશ માટેની NEET PG અને UGની પરીક્ષાઓની જાહેરાત બાદ હવે એન્જીનીયરીંગમાં પ્રવેશ મેળવવા માટે JEEની પરીક્ષાની પણ જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને JEE (Advanced) 2021 એક્ઝામની જાહેરાત કરી છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેદ્ર પ્રધાને આજે સોમવારે ટ્વીટ કરીને આઈઆઈટીમાં પ્રવેશ માટે JEE (Advanced) 2021ની જાહેરાત કરી છે. તેમણે ટ્વીટ કરતા લખ્યું JEE (Advanced) 2021ની પરીક્ષા આગામી 3 ઓક્ટોબરના રોજ યોજાશે. પરીક્ષા તમામ કોરોના પ્રોટોકોલનું પાલન કરીને યોજાશે.  ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે મહારાષ્ટ્રના જે વિદ્યાર્થીઓ પરીક્ષાના ત્રીજા તબક્કામાં સામેલ નથી થઇ શકતા તેમને પરીક્ષા આપવાની વધુ એક તક આપવામાં આવશે.
 
 

(10:26 pm IST)