મુખ્ય સમાચાર
News of Sunday, 26th September 2021

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન.વી.રમનાએ દશેરા વેકેશન બાદ ફિઝિકલ સુનાવણીની આશા વ્યક્ત કરી : હાલમાં ફિઝિકલ અને વર્ચ્યુઅલ બંને વિકલ્પો ઉપલબ્ધ

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન.વી.રમનાએ દશેરા વેકેશન બાદ ફિઝિકલ સુનાવણીની આશા વ્યક્ત કરી છે.  હાલમાં ફિઝિકલ અને વર્ચ્યુઅલ બંને વિકલ્પો ઉપલબ્ધ છે. મોટાભાગના વકીલો વર્ચ્યુઅલ રીતે હાજર રહેવાનું પસંદ કરે છે.

CJI એ કહ્યું કે ન્યાયાધીશો ફિઝિકલ સુનાવણીની વિરુદ્ધ નથી પરંતુ ઘણા વકીલો તેને પસંદ કરતા નથી.

"ઘણા વકીલો ફિઝિકલ સુનાવણી પસંદ કરી રહ્યા નથી અને વરિષ્ઠ વકીલોને કેટલીક સમસ્યાઓ છે, યુવાન વકીલો આવી રહ્યા છે. આશા છે કે દશેરા વેકેશન પછી ફિઝિકલ સુનાવણી અમલી બની શકશે.
સુપ્રીમ કોર્ટમાં 11 થી 16 ઓક્ટોબર સુધી દશેરાનું વેકેશન રહેશે. ત્યારબાદ કોર્ટ CJI ના સંકેતો મુજબ ફિઝિકલ  કામગીરી ફરી શરૂ કરી શકે છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:31 pm IST)