મુખ્ય સમાચાર
News of Sunday, 26th September 2021

ચક્રવાત ગુલાબનો ખતરો :ઓડિસાના 11 તટીય જિલ્લામાં NDRFની 24 ટીમો અને ODRF ની 42 ટીમો તૈનાત કરાઈ

ર, ગજપતિ, ગંજામ, રાયગડા, કોરાપુટ, મલકાજગીરી, નબરંગપુર અને કંધમાલને સાત જિલ્લાઓને હાઈ એલર્ટ પર

 

નવી દિલ્હી :  ઓડિશા રાજ્ય રાહત કમિશનર પીકે જેનાએ મીડિયાને જણાવ્યું કે અમે ઓડિશાના 11 તટીય જિલ્લાઓમાં એનડીઆરએફની 24 ટીમો અને ઓડીઆરએફની 42 ટીમો તૈનાત કરી છે. ગજપતિ અને ગંજમ જિલ્લામાંથી 5000 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે મોકલવામાં આવ્યા છે. ઓડિશા સરકારના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, ગજપતિ, ગંજામ, રાયગડા, કોરાપુટ, મલકાજગીરી, નબરંગપુર અને કંધમાલને સાત જિલ્લાઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે કારણ કે ભારતીય હવામાન વિભાગ (IMD) એ બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાનની ચેતવણી આપી છે. આગાહી. આઇએમડીની આગાહી મુજબ, વાવાઝોડું દક્ષિણ ઓડિશા અને આજુબાજુના આંધ્રપ્રદેશ કિનારે આગળ વધે તેવી શક્યતા છે

(8:15 pm IST)