મુખ્ય સમાચાર
News of Sunday, 26th September 2021

મમતા બેનર્જીને રોમ જતા કેમ રોકયા ? : કયો કાયદો તેમને ત્યાં જતા રોકે છે : ભાજપના સાંસદ સ્વામીએ ઉઠાવ્યા સવાલ

રોમમાં યોજાનારી પીસ કોન્ફન્સમાં સામેલ થવા મંજૂરી નહીં મળતા ભાજપના સાંસદે તેની જ સરકાર સામે પ્રશ્ન ઉઠાવ્યો

નવી દિલ્હી :  રોમમાં યોજાનારી પીસ કોન્ફન્સમાં સામેલ થવા માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને આમંત્રણ મળ્યુ હતુ. જોકે કેન્દ્ર સરકારે તેમને આ પ્રવાસ માટે મંજૂરી નહીં આપ્યા બાદ મમતા બેનરજી ભડકી ઉઠયા છે.

વિદેશ મંત્રાલયનુ કહેવુ છે કે, આ પ્રકારના સંમેલનમાં ભારતના કોઈ રાજ્યના સીએમ ભાગ લે તે યોગ્ય નથી.બીજી તરફ ભાજપના જ સાંસદ ડો. સુબ્રમણ્યમ સ્વામી આ મુદ્દે મમતા બેનરજીની તરફેણમાં સામે આવ્યા છે.

ડો.સ્વામીએ સવાલ ઉઠાવતા કહ્યુ છે કે, બંગાળના મુખ્યમંત્રીને રોમમાં યોજાનારી કોન્ફરન્સમાં ભાગ લેતા કેમ રોકવામાં આવ્યા, કયો કાયદો તેમને ત્યાં જતા રોકે છે?

 અત્રે ઉલ્લેખનીય છે કે, 6 અને 7 ઓક્ટોબરે રોમમાં આ કોન્ફન્સ યોજાવાની હતી પણ હવે મમતા બેનરજી તેમાં ભાગ નહીં લઈ શકે. આ કાર્યક્રમમાં જર્મન ચાન્સેલર માર્કેટ, ખ્રિસ્તી ધર્મના વડા પોપ તેમજ ઈટાલીના બીજા રાજકીય નેતાઓને પણ આમંત્રણ હતુ.

આ પહેલા મમતા બેનરજીએ 2016માં મધર ટેરેસાને સંતની પદવી અપાઈ ત્યારે રોમની મુલાકાત લીધી હતી.

(9:11 pm IST)