મુખ્ય સમાચાર
News of Thursday, 25th November 2021

હાલમાં વેક્સિનના ત્રીજા ડોઝની જરૂર નથી : ડૉ. રણદીપ ગુલેરિયા

ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા નથી : દેશમાં કોરોનાના કેસમાં ઘટાડાને જોતા એઈમ્સના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ અભિપ્રાય રજૂ કર્યો

નવી દિલ્હી, તા.૨૪ : ભારતમાં કોરોનાની પહેલી અને બીજી લહેર બાદ હવે ત્રીજી લહેર આવવાની આશંકા નથી. હાલ કોરોનાના કેસ પહેલાની માફક નથી નોંધાઈ રહ્યા જેનાથી સ્પષ્ટ થાય છે કે, વેક્સિન વાયરસ સામે રક્ષણ આપી રહી છે. એઈમ્સના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ મંગળવારે એક કાર્યક્રમ દરમિયાન હાલ આપણા ત્યાં વેક્સિનના બૂસ્ટર ડોઝની કોઈ જરૂર નથી તેમ જણાવ્યું હતું. તેમના કહેવા પ્રમાણે સમય વીતવાની સાથે સાથે આ મહામારી સ્થાનિક બની જશે. આઈસીએમઆરના ડીજી ડો. બલરામ ભાર્ગવ દ્વારા લિખિત પુસ્તક શ્ઈં૩૯;ગોઈંગ વાયરલઃ મેકિંગ ઓફ કોવેક્સિન-ધ ઈનસાઈડ સ્ટોરીશ્ઈં૩૯;ના વિમોચન પ્રસંગે ડો. ગુલેરિયાએ જણાવ્યું કે, દેશમાં વેક્સિનેશન બાદ કોરોનાના કેસમાં ઝડપથી ઘટાડો આવ્યો છે. લોકોને હોસ્પિટલોમાં દાખલ કરવાની નોબત નથી આવી. જેમ-જેમ સમય વીતી રહ્યો છે, કોરોનાની કોઈ પણ લહેરની આશંકા ઘટી રહી છે. વેક્સિનના બૂસ્ટર ડોઝની જરૂરિયાત મામલે ડો. ગુલેરિયાએ જણાવ્યું કે, હાલ કેસમાં કોઈ વૃદ્ધિ નથી આવી. તેનાથી સ્પષ્ટ થાય છે કે, કોરોના વેક્સિન હજુ પણ વાયરસ સામે રક્ષણ આપી રહી છે. આ કારણે હાલ વેક્સિનના બૂસ્ટર ડોઝ કે ત્રીજા ડોઝની કોઈ જ જરૂર નથી.

(9:02 pm IST)