મુખ્ય સમાચાર
News of Thursday, 25th November 2021

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૨૫૧

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉંતારી લ્યો

તાપમાન નીયંત્રીત કરતુ સાઘન
‘‘આપણને શીખવવામાં આવ્યું છે કોઇપણ વસ્તુમા કયારેય નીયંત્રણ બહાર જવુ નહીં- હસવામાં, રડવામાં, પ્રેમમાંગુસ્સામાં-એક માત્રાની બહાર કયારેય જવુ નહી’’
દરેક વસ્તુમાં એક હદ નકકી કરેલી છે અને-આપણને તે હદ સુધી જ છુટ આપવામાં આવે છે આપણે આપણી જાતને રોકવી પડે છે. ઘણા બધા અભ્યાસ પછી તો લગભગ જાતે જ થવા લાગે છે. તાપમાન નીયંત્રીત કરતા સાધનની જેમ તમે અમુક હદ સુધી જાવ છો પછી અચાનક જ તમારા-સચેતના કંઇક થાય છે અનેતમે અટકી જાવ છો.
હું નીયંત્રણ બહાર કઇ રીતે જવું તે શીખવુ છુ કારણ કે નીયંત્રણની બહાર જ આઝાદ છે. જયારે ઉંર્જા સ્વયંભુ વહે છ.ે મનના કોઇપણ પ્રભાવ કે નિયંત્રણ વગર ત્યારે ખૂબજ-આશીર્વાદ વરસે છે.
વૃક્ષો નીચલી અવસ્થામા જીવે છે પરંતુ તેઓ વધારે- ભાગ્યશાળી છે, અને પ્રાણીઓ પણ તેનું એકજ કારણ છે કે તેઓ જાણીતા નથી કે નીયંત્રણ કઇ રીતે કરવુ આપણે વૃક્ષો, ફુલો અને પક્ષીઓ કરતા પણ વધારે ભાગ્યશાળી બની શકીએ-પરંતુ આપણે એક જાળમાંથી બહાર આવવુ પડશે. આપણી જાતને નીયંત્રીક કરવાની જાળ.
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૬ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.  
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સંકલન-
સ્વામી સત્યપ્રકાશજી
ભાષાંતર-
રાજેશ કુંભાણી
મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

 

(10:07 am IST)