મુખ્ય સમાચાર
News of Thursday, 25th November 2021

અમેરિકામાં શાળા ખુલતાં જ કોરોના વિસ્ફોટઃ સાત દિવસમાં ૧,૪૧,૯૦૫ બાળકો કોરોના સંક્રમિત...

બે સપ્તાહની સરખામણીમાં બાળકોમાં સંક્રમણના દરમાં ૩૨ ટકાનો વધારો થયો છે

ન્યુયોર્ક, તા.૨૫: યુરોપ સહિત અનેક દેશોમાં ફરીવાર  કોરોનાના કેસમાં ઉછાળ જોવા મળે છે હાલ અમેરિકામાં કોરોનાના નવા કેસ ઝડપથી વધી રહ્યા છે તે ચિંતાજનક બાબત છે. અમેરિકામાં આ વાયરસ હવે વધુને વધુ બાળકોને પોતાનો શિકાર બનાવી રહ્યો છે. વાયરસનું આ સ્વરૂપ વિશ્વ માટે ખતરાની દ્યંટડી બની શકે છે. અમેરિકન એકેડેમી ઓફ પેડિયાટ્રિકસ (AAP)ના અહેવાલ મુજબ, ગયા સપ્તાહે ૧૧ થી ૧૮ નવેમ્બરની વચ્ચે, ૧,૪૧,૯૦૫ બાળકો સંક્રમિત થયાની પુષ્ટિ થઈ છે.

રિપોર્ટ અનુસાર છેલ્લા બે સપ્તાહની સરખામણીમાં બાળકોમાં સંક્રમણના દરમાં ૩૨ ટકાનો વધારો થયો છે. આંકડા દર્શાવે છે કે યુ.એસ.માં ગયા અઠવાડિયે જોવા મળેલા ચેપના ત્રીજા કેસ બાળકો સાથે સંબંધિત છે. અમેરિકાની વસ્તીના ૨૨ ટકા બાળકો છે. ત્રણ ટકાથી પણ ઓછા બાળકો રોગચાળાની ઝપેટમાં આવ્યા છે, આ હિસાબે ૬૮ લાખથી વધુ બાળકો સંક્રમણથી પ્રભાવિત થયા છે.

રિપોર્ટ અનુસાર, ચેપને કારણે બાળકોમાં મૃત્યુ દર ખૂબ જ ઓછો છે. અમેરિકાના છ રાજયોમાં કોરોનાથી એક પણ બાળકનું મોત થયું નથી. બાળકોમાં ચેપના સામાન્ય લક્ષણો જોવા મળે છે. હળવાશથી બીમાર થવું. આનું કારણ એ છે કે બાળકોને સમયાંતરે ઈન્ફલ્યુએન્ઝા, મેનિન્જાઇટિસ, ચિકનપોકસ અને હેપેટાઇટિસ માટે રસી આપવામાં આવે છે, જે તેમની રોગપ્રતિકારક શકિતને મજબૂત બનાવે છે.

યુએસ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેકશન ડિસીઝના ડિરેકટર ડાઙ્ખ. એન્થોની ફૌસીએ સ્વીકાર્યું કે તાજેતરના સમયમાં તમામ ઉંમરના બાળકોમાં ચેપનું પ્રમાણ વધી રહ્યું છે, જે ચિંતાજનક સ્થિતિ છે.ડો.એન્થોની ફૌસી કહે છે કે આપણી આસપાસ અનેક પ્રકારના વાયરસ ફરતા હોય છે. બાળકોના સંબંધમાં ખૂબ કાળજી લેવી પડશે, નહીં તો પરિસ્થિતિ ફરી એક વખત વણસી શકે છે. રિપોર્ટ અનુસાર, પુખ્ત વયના લોકોની સરખામણીમાં ચેપગ્રસ્ત બાળકોના હોસ્પિટલમાં દાખલ થવાની શકયતા ઓછી છે. જો આપણે રાજયોના આંકડાઓ પર નજર કરીએ તો, ૧.૭ થી ૪.૦ ટકા બાળકો જે ચેપ માટે સંવેદનશીલ છે તેમને હોસ્પિટલમાં સારવારની જરૂર છે. જો કે, ચેપની ગતિ વધવાથી દાખલ થયેલા બાળકોની સંખ્યામાં વધારો થઈ શકે છે.

(10:25 am IST)