મુખ્ય સમાચાર
News of Thursday, 25th November 2021

મહાપુરુષોની જયંતિ અને શિવરાત્રિએ નહીં વેચી શકાય માંસ: યુપીમાં યોગી સરકારનો મોટો નિર્ણય

દરેક જિલ્લા અધિકારીને આદેશનું કડકાઈથી પાલન કરવાના આદેશ અપાયા

નવી દિલ્હી : યોગી સરકારે એક મહત્ત્વનો નિર્ણય લેતા કહ્યું છે કે હવેથી મહાપુરુષોની જયંતિ અને શિવરાત્રિના દિવસોએ સ્લોટર હાઉસ અને માંસની દુકાનો બંધ રહેશે.

આ નિયમના કારણે 25 નવેમ્બરે એટલે કે આજે સિંધી સમાજના સંત ટીએલ વાસવાનીની જયંતિના અવસરે પ્રદેશમાં સ્લોટર હાઉસ અને મીટની દુકાનોને બંધ રાખવાનો આદેશ અપાયો છે. નગર વિકાસ વિભાગના અપર મુખ્ય સચિવ રજનીશ દુબેએ આ મુદ્દે દરેક જિલ્લાના મંડળાયુક્ત અને જિલ્લા અધિકારીને આદેશ આપતા કહ્યું કે આ નિયમનું કડકાઈથી પાલન કરવામાં આવે.

જાહેર આદેશમાં કહેવાયું છે કે આજે ટીએલ વાસવાનીની જયંતિ છે. દરેક નગરીય વિસ્તારોમાં બૂચડખાના સિવાય મીટની દુકાનો બંધ રાખવામાં આવશે. દરેક જિલ્લા અધિકારીને આદેશનું કડકાઈથી પાલન કરવાના આદેશ અપાયા છે.

આદેશમાં કહેવાયું છે કે મહાવીર જયંતિ, બુદ્ધ જયંતિ, ગાંધી જયંતિ, શિવરાત્રિ અને સાધુ ટીએલ વાસવાનીની જયંતિના અવસરે નગરના બૂચડખાના સિવાય મીટની દુકાનો બંધ રાખવામાં આવશે. આ પાછળ એવો તર્ક અપાયો છે કે અહિંસાના સંદેશ આપનારા મહાપુરુષો અને પર્વને ધ્યાનમાં રાખીને તેમની જયંતિને અહિંસા દિવસના રૂપમાં ઉજવવામાં આવે તેવા આદેશ અપાયા છે. 2017માં સત્તામાં આવ્યા બાદ યોગી સરકારે ગેરકાયદેસર સલોગબટેર હાઉસ પર તંજ કસ્યો હતો. સાથે ખુલ્લામાં માંસના વેચાણ પર પણ રોક લગાવી હતી.

(12:00 pm IST)