મુખ્ય સમાચાર
News of Thursday, 25th November 2021

ફોટો જર્નાલિસ્ટ યુવતી ઉપર સામુહિક બળાત્કાર કરી હત્યા કરી નાખનાર 3 દોષિતોને ફાંસીની સજા : આરોપીઓએ બોમ્બે હાઈકોર્ટમાં દાદ માંગતા નામદાર કોર્ટે ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી : 2013ની સાલમાં શક્તિ મિલ્સ વિસ્તારના ગેંગ રેપ કેસમાં બોમ્બે હાઇકોર્ટનો ચુકાદો

મુંબઈ :  23 વર્ષની ફોટો  જર્નાલિસ્ટ યુવતી ઉપર સામુહિક બળાત્કાર કરી હત્યા કરી નાખનાર 3 દોષિતોની ફાંસીની સજાને બોમ્બે હાઈકોર્ટે આજીવન કેદમાં ફેરવી છે. કોર્ટે ઉમેર્યું હતું કે આરોપીઓ પેરોલ અથવા ફર્લો માટે હકદાર રહેશે નહીં.

જસ્ટિસ એસએસ જાધવ અને પીકે ચવ્હાણની બેન્ચે જણાવ્યું હતું કે બંધારણીય અદાલત લોકોના અભિપ્રાયના આધારે સજા આપી શકે નહીં.
ત્રણેય આરોપીઓને મુંબઈના શક્તિ મિલ વિસ્તારમાં 23 વર્ષની ફોટો જર્નાલિસ્ટ પર સામૂહિક બળાત્કાર કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા અને સેશન્સ કોર્ટે તેઓને આવા ગુના કરવા ટેવાયેલા હોવાના આધારે મૃત્યુદંડની સજા ફટકારી હતી.

જસ્ટિસ એસએસ જાધવ અને પીકે ચવ્હાણની બેન્ચે સેશન્સ કોર્ટના  ચુકાદાને માન્યતા આપી  હતી પરંતુ ફાંસીની સજાને આજીવન કેદમાં ઘટાડી દીધી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:13 pm IST)