મુખ્ય સમાચાર
News of Thursday, 25th November 2021

'સનરાઇઝ ઓવર અયોધ્યા' : કોંગી આગેવાન સલમાન ખુર્શીદના પુસ્તક ઉપર પ્રતિબંધ મુકવાની અરજી દિલ્હી હાઇકોર્ટે ફગાવી : લોકોને કહો કે તે ખરીદે નહીં કે વાંચે નહીં : પુસ્તકમાં હિંદુત્વની સરખામણી ISIS અને BOKO HARAM જેવા જૂથો સાથે કરી હોવાનો આરોપ હતો


ન્યુદિલ્હી : કોંગી આગેવાન તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદસલમાન ખુર્શીદના પુસ્તક  'સનરાઇઝ ઓવર અયોધ્યા' ઉપર પ્રતિબંધ મુકવાની અરજી દિલ્હી હાઇકોર્ટે ફગાવી દીધી છે.તથા અરજદારને જણાવ્યું છે કે લોકોને આ પુસ્તક નહીં ખરીદવા કે નહીં વાંચવા તમે અનુરોધ કરી શકો છો.

ઉલ્લેખનીય છે કે ખુર્શીદે તેમના પુસ્તકમાં હિંદુત્વની સરખામણી ISIS અને BOKO HARAM જેવા જૂથો સાથે કરી હોવાનો એડવોકેટ રાજ કિશોર ચૌધરીના માધ્યમથી એડવોકેટ વિનીત જિંદલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં આરોપ લગાવાયો હતો. જેના અનુસંધાને જસ્ટિસ યશવંત વર્માએ પુસ્તક ઉપર પ્રતિબંધ મુકવાનો ઇન્કાર કરતો ઉપરોક્ત ચુકાદો ફરમાવ્યો હતો.તેવું એલ.એલ..દ્વારા જાણવા મળે છે.

 

(1:51 pm IST)