મુખ્ય સમાચાર
News of Thursday, 25th November 2021

પોલીસમાં ભરતીની પરીક્ષા આપી પાછી ફરતી યુવતી સાથે ચાલતી કારમાં ૪ લોકોનો ગેંગરેપ

ઉત્તર પ્રદેશમાં ફરી બની શરમજનક ઘટના

લખનૌ તા.૨૫ : કોસીકલાંમાં એક યુવતીની સાથે ગેંગરેપની ખબરે સમગ્ર પોલીસ બેડાને હચમચાવી નાંખ્યુ છે. પીડિતાએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું કે તે કોસીકલાથી આગ્રા પોલીસ કોન્સ્ટેબલ માટે ચાલી રહેલી ભરતી પરિક્ષા આપવા માટે ગઈ હતી. પરિક્ષા આપી પાછી ફરી રહી હતી. પરંતુ મોડી સાંજે તેને કોસીકલા માટે કોઈ વાહન નથી મળ્યું અને એક કારે તેને લીફટ આપી.

આ કારમાં ચાર યુવક સવાર હતા. કાર જેવી આગ્રા દિલ્હી હાઈવે પર આવી તો યુવકોએ તેની સાથે છેડતી કરી. પીડિતાએ જયારે તેને વિરોધ કર્યો તો ચારેય સાથે મળીને ખરાબ રીતે મારી. બાદમાં ચારેયે તેની સાથે બળાત્કાર કર્યો હતો.

પીડિતાએ જણાવ્યું કે બાદમાં યુવક તેને કોસીકલાં હાઈવેની પાસે ચાલતી ગાડીમાંથી ફેંકી ભાગી ગયા. પીડિતાઓને ઘાયલ સ્થિતિમાં જોઈ સ્થાનીય લોકોને ઓળખી ગયા અને તેના પરિવારને સૂચના આપી. પરિવાર સ્થળ પર પહોંચ્યા અને પીડિતાને હોસ્પિટલમાં દાખલ કરાવી. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાયેલ.મામલાની જાણકારી મળતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપીઓની શોધ માટે પોલીસે ટીમ બનાવી છે. ટીમ અનેક વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. સાથે આરોપીઓના સ્કેચ અને ગાડીના આધાર પર તેની શોધખોળ ચલાવી રહી છે. પોલીસ અનુસાર જલ્દી આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

(2:43 pm IST)