મુખ્ય સમાચાર
News of Thursday, 25th November 2021

લાહોર વિશ્વનું સૌથી વધુ પ્રદૂષિત શહેરઃ દિલ્હી બીજા ક્રમે

સૌથી પ્રદૂષિત વૈશ્વિક શહેરોમાં ભારતના બે શહેરોનો સમાવેશ

લાહોર, તા.૨૫: ભારત સહિત વિશ્વમાં આતંકવાદ ફેલાવી માનવતા સામે જોખમ ઉભું કરનાર પાકિસ્તાન હાલ પ્રદૂષણની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે. સ્વીસ એર કવોલિટી મોનિટરિંગ કંપની દ્વારા તાજેતરમાં જારી કરાયેલા એક અહેવાલમાં પાકિસ્તાનની સાંસ્કૃતિ રાજધાની લાહોરને વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત શહેર તરીકે ઓળખાવાયું છે. જોકે આ યાદીમાં ટોપ પાંચ શહેરોમાં ભારતના બે શહેરોનો સમાવેશ કરાયો છે,  પ્લેટફોર્મ આઈકયુએર નામની કંપની દ્વારા જારી કરાયેલા આ અહેવાલમાં જણાવ્યાં અનુસાર વિશ્વના સૌથી વધુ પ્રદૂષણ ધરાવતાં શહેરોની યાદીમાં યુએસ એકયુઆઈ સ્કેલ પર ૨૦૩ પાકિસ્તાનના શહેર લાહોરનો એક કવોલિટી ઈન્ડેકસ ૨૦૩ રહેવા પામ્યો હતો, જયારે બીજા ક્રમે ભારતની રાજધાની દિલ્હીનો એર કવોલિટી ઈન્ડેકસ ૧૮૩ નોંધાઈ હતી.

ઔદ્યોગિક ધુમાડો, રજકણો વગેરેને કારણે આ શહેરોમાં વસતા નાગરિકોને શ્વોચ્છોશ્વાસ સહિતની અન્ય બીમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે.  સૌથી વધુ પ્રદૂષિત વૈશ્વિક શહેરોની આ યાદીમાં બાંગ્લાદેશની રાજધાની ઢાકા ૧૬૯ એર કવોલિટી ઈન્ડેકસ સાથે ત્રીજા ક્રમે જયારે ભારતનું શહેર કોલકાતા ૧૬૮ના એર કવોલિટી ઈન્ડેકસ સાથે ચોથા ક્રમે રહ્યું હતું. વધતાં શહેરીકરણ, વસતી વધારાની સમસ્યા તથા ઔદ્યોગિકરણ જેવા પરિબળોને કારણે વિશ્વના અનેક શહેરોમાં પ્રદૂષણની સમસ્યા વકરી રહી છે.

(3:32 pm IST)