મુખ્ય સમાચાર
News of Thursday, 25th November 2021

ફેલાઈ રહ્યું છે બર્ડ ફ્લૂ, પક્ષીઓને મૃત પશુઓના યાર્ડમાં બેસવાથી રોકવામાં આવે : કલેકટર

નવી દિલ્હીઃ જયપુરના સાંભરમાં પક્ષિઓના મોત બર્ડફ્લૂથી થયા હોવાની પુષ્ટિ બાદ જિલ્લા કલેકટર અંતરસિંહ નેહરાએ સાંભર લેક જીલ્લા સ્તરીય સમિતિની બેઠક બોલાવી હતી. બેઠકમાં કલેકટરે કહ્યું કે, સાંભર નગરપાલિકાના અધિકારી પક્ષિઓને તે યાર્ડમાં બેસવાથી રોકે જ્યાં મૃતપશુઓ અને પક્ષિઓને નાખવામાં આવી રહ્યા હોય. તેના માટે જાળી લગાવવામાં આવે અથવા તો કોઈ ઉપાય કરવામાં આવે.  ઈજાગ્રસ્ત પક્ષિઓના રેસ્ક્યુ અને નગરપાલિકા અધિકારી, ચિકિત્સા વિભાગ, વન વિભાગ, પશુપાલન વિભાગ, પંચાયતી રાજ અને જીલ્લા પ્રસાશન વગેરે વિભાગોના અધિકારીઓ શામેલ રહ્યા.નેહરાએ એક રેપિડ એકશન ટીમ બનાવવાનો નિર્દેશ આપ્યો.  સાંભર ઝીલમાં મૃત પશુઓ અને પક્ષિઓને ખુલ્લામાં નાખવામાં ન આવે. ડમ્પિંગ યાર્ડમાં પણ મૃત પશુઓને ખાડો ખોદીને દફનાવામાં આવે. તેમણે કહ્યું કે, ઈજાગ્રસ્ત પક્ષિઓના રેસ્ક્યુ અને  દેખરેખ માટે કન્ટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. ઉપરાંત સંબંધિત વિભાગના અધિકારીઓનું એક વ્હોટ્સએપ ગૃપ પણ બનાવવામાં આવે.

(3:35 pm IST)