મુખ્ય સમાચાર
News of Saturday, 26th November 2022

સુપ્રીમ કોર્ટે પ્રોફેસર આનંદ તેલતુમ્બડેને અપાયેલ જામીન રદ કરવાની NIAની અરજી ફગાવી દીધી

ભીમા કોરેગાંવ કેસમાં તેના પર માઓવાદીઓ સાથે સંબંધ હોવાનો આરોપ હતો.

નવી દિલ્હી :સુપ્રીમ કોર્ટે પ્રોફેસર આનંદ તેલતુમ્બડેને આપવામાં આવેલ જામીન રદ કરવાની NIAની અરજીને ફગાવી દીધી છે. ભીમા કોરેગાંવ કેસમાં તેના પર માઓવાદીઓ સાથે સંબંધ હોવાનો આરોપ હતો.

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે NIA દ્વારા તેલતુમ્બડેના જામીન રદ કરવા માટે દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી.

તેલતુમ્બડેને ભીમા કોરેગાંવ કેસમાં UAPA હેઠળ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. બોમ્બે હાઈકોર્ટે 18 નવેમ્બરે તેલતુમ્બડેને જામીન આપ્યા હતા. તેમને એક લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા હતા.

સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની NIAની વિનંતી પર હાઈકોર્ટે આદેશ પર એક સપ્તાહ માટે સ્ટે આપ્યો હતો. તેલતુમ્બડેની એપ્રિલ 2020માં ધરપકડ કરવામાં આવી હતી.

સ્પેશિયલ કોર્ટે જામીન નકાર્યા બાદ તેલતુમ્બડે ગયા વર્ષે હાઈકોર્ટમાં ગયા હતા.

અરજીમાં કહેવામાં આવ્યું હતું કે તે 31 ડિસેમ્બર 2017ના રોજ પુણેમાં આયોજિત એલ્ગાર પરિષદના કાર્યક્રમમાં હાજર નહોતો અને તેણે કોઈ ઉશ્કેરણીજનક ભાષણ પણ આપ્યું ન હતું.

 

 

(10:13 pm IST)