મુખ્ય સમાચાર
News of Thursday, 27th January 2022

બુલ્લી બાઈ કેસ : આરોપી નીરજ સિંહ તથા ઔમકારેશ્વર ઠાકુરને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા : મુંબઈની કોર્ટે બુલ્લી બાઈ એપના ફાઉન્ડર નીરજ બિશ્નોઈની પોલીસ કસ્ટડી 31 જાન્યુઆરી સુધી લંબાવી


મુંબઈ : બુલ્લી બાઈ કેસના આરોપી નીરજ સિંહ તથા ઔમકારેશ્વર ઠાકુરને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. મુંબઈની કોર્ટે બુલ્લી બાઈ એપના ફાઉન્ડર નીરજ બિશ્નોઈની પોલીસ કસ્ટડી 31 જાન્યુઆરી સુધી લંબાવી છે.

ઠાકુર તરફથી હાજર થયેલા એડવોકેટ શિવમ દેશમુખે એ આધાર પર પોલીસ કસ્ટડીનો વિરોધ કર્યો હતો કે દરેક નવા ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR)માં નવી તપાસ થઈ શકતી નથી . આ અગાઉ મુંબઈ પહેલા દિલ્હીમાં FIR દાખલ કરવામાં આવી હતી તેથી ત્યારપછીની FIRમાં તપાસ માન્ય ગણી શકાય નહીં .

એમબીએ ગ્રેજ્યુએટ, 28 વર્ષીય સિંહને મુંબઈ પોલીસે ગયા શુક્રવારે ઓડિશાથી કસ્ટડીમાં લીધો હતો, જ્યાંથી તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મુંબઈ લાવવામાં આવ્યો હતો, ત્યારબાદ બાંદ્રા ખાતે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે શનિવારે તેને  27 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યો હતો.

ઠાકુર અને બિશ્નોઈને મુંબઈ પોલીસ દ્વારા મુંબઈ લાવવામાં આવે તે પહેલાં દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. ઠાકુર જૂના સુલ્લી સોદાના કેસમાં પણ આરોપી છે અને મુંબઈ FIRમાં તપાસ માટે તેને 27 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ કેસ 'બુલ્લી બાઈ' નામની એપ દ્વારા ટ્રિગર થયો હતો, જે ઓપન-સોર્સ પ્લેટફોર્મ GitHub પર દેખાયો હતો, જેમાં 100 થી વધુ મુસ્લિમ મહિલાઓની વિગતો મૂકવામાં આવી હતી, જે વપરાશકર્તાઓને તે મહિલાઓની 'ઓક્શન'માં ભાગ લેવાની મંજૂરી આપે છે.
 

મુંબઈ પોલીસના સાયબર સેલ દ્વારા 1 જાન્યુઆરીના રોજ સંબંધિત ટ્વિટર હેન્ડલ અને બુલ્લી બાઈ એપના ડેવલપર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળના ગુનાઓ માટે એફઆઈઆર નોંધવામાં આવ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(7:06 pm IST)