મુખ્ય સમાચાર
News of Thursday, 27th January 2022

પાર્લે અગ્રોએ સ્મૂધ કોફી ફ્રેપ્પી બજારમાં લોન્ચ કર્યું

પાર્લે એગ્રો વધુ એક ફ્લેવર્ડ ડ્રિક્ન લોન્ચ કર્યું : સ્મૂધ કોફી ફ્રેપ્પીની કિંમત, પેક આકાર એ કોફી ફ્લેવર્ડ ડેરી બેવરેજીસ માટે બ્રાન્ડેડ રેડી ટુ ડ્રિંક શ્રેણીમાં પ્રથમ છે

મુંબઈ, તા.૨૭ : પાર્લે એગ્રોનું ડેરી સેગમેન્ટમાં ડાઈવર્સિફિકેશન એક નિર્વિવાદ ક્રાંતિ છે. આ પ્રવાહને ચાલુ રાખતાં પાર્લે એગ્રોએ નવું નક્કોર કોફી ફ્લેવર્ડ ડ્રિંક સ્મૂધ કોફી ફ્રેપ્પી લોન્ચ કર્યું છે. આ નવો પ્રકાર રાષ્ટ્રીય બ્રાન્ડ એમ્બેસેડર વરુણ ધવન સાથે કેમ્પેઈન થકી ગ્રાહકો સામે રજૂ કરવામાં આવ્યો હતો. લાક્ષણિક કેફે જેવો સ્વાદ અને અનુભવની ખાતરી રાખવા માટે ઉચ્ચ ગુણવત્તાની સામગ્રીઓથી સાથે નિર્મિત કોફી ફ્રેપ્પી સિલ્કી અને સ્વાદિષ્ટ કોફી ફ્લેવર્ડ મિલ્ક બેવરેજ છે. તે સ્મૂધના ક્લાસિક અને સુવિધાજનક, સિંગલ સર્વ ટેટ્રા પેકમાં ૮૫ મિલિ માટે રૂ. ૧૦ની કિંમતે ઉપલબ્ધ છે. સ્મૂધ સૌપ્રથમ બે સાર્વત્રિક લોકપ્રિય કન્ઝયુમર ફ્લેવર્સ ચોકલેટ મિલ્ક અને ટોફી કેરેમલ લઈને આવી હતી, જેણે દૂરસુદૂરના ગ્રાહકોનાં મન જીતી લીધાં હતાં.

આ પછી કોફી પીનારા અને કેફેનના શોખીનોની બજારમાં વધુ પ્રસાર કરવા માટે પાર્લે એગ્રો દ્વારા કોફી ફ્રેપ્પી લોન્ચ કરવામાં આવી છે. સ્મૂધ કોફી ફ્રેપ્પીની અજોડ કિંમત અને પેક આકાર એ કોફી ફ્લેવર્ડ ડેરી બેવરેજીસ માટે બ્રાન્ડેડ રેડી ટુ ડ્રિંક (આરટીડી) શ્રેણીમાં પ્રથમ છે, જે મનપસંદ બની જવાની ખાતરી છે. નવી ફ્લેવરના લોન્ચ પર બોલતાં પાર્લે એગ્રોના જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર અને સીએમઓ નાદિયા ચૌહાણે જણાવ્યું હતું કે સ્મૂધ સાથે અમે વિક્રમી વેચાણ સાથે ભારતમાં ફ્લેવર્ડ મિલ્ક શ્રેણીમાં નવો ચીલો ચાતર્યો છે. ફક્ત છ મહિનામાં અને ફક્ત બે પ્રકારમાં સ્મૂધ આજે દેશમાં ફ્લેવર્ડ મિલ્ક શ્રેણીની વૃદ્ધિની પહેલ કરી રહી છે. અમે વિસ્તરણ કરવાનું ચાલુ રાખવાની યોજના સાથે નવો પ્રકાર સ્મૂધ કોફી ફ્રેપ્પી લોન્ચ કર્યું છે. અમારી ગુણવત્તાયુક્ત ઓફર માટે રૂ. ૧૦ની ક્લાસિક કિંમત સાથે સ્મૂધ કોફી ફ્રેપ્પી આ લક્ષ્ય હાંસલ કરવામાં અમને મદદરૂપ થશે.

(7:33 pm IST)