મુખ્ય સમાચાર
News of Saturday, 27th February 2021

મમતા બેનર્જીની મોટી જાહેરાત:મજૂરોના દૈનિક વેતનમાં કર્યો વધારો: હજારો કામદારોને થશે લાભ

અકુશળ મજૂરો, અર્ધકુશળ કામદારો અને કુશળ કામદારોને વધુ વેતન મળશે

કોલકતા : પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બનર્જીએ મજૂરોનું વેતન વધારવાની જાહેરાત કરી છે.અકુશળ મજૂરોનું દૈનિક વેતન રૂપિયા 144થી વધારીને 202 રૂપિયા કર્યુ છે.સાથો સાથ અર્ધકુશળ કામદારોને હવે રૂપિયા 172 ને બદલે રૂપિયા 303 મળશે.જ્યારે કુશળ કામદારોને દૈનિક 404 રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે

 .મમતા બેનર્જીએ કહ્યુ હતુ કે તેમની જાહેરાતથી 56 હજાર 500 કામદારો લાભ મેળવશે.જેમાં 40 હજાર પાંચસો અકુશળ, આઠ હજાર અર્ધકુશળ અને આઠ હજાર કુશળ કામદારોનો સમાવેશ થાય છે.આ માટે વર્ષ 2021 અને 22 નુ નાણાંકીય વર્ષનું બજેટ ઉપલબ્ધ કરાયું છે..

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ તારીખો જાહેર થયાના થોડી મિનિટો પહેલાં અને રાજ્યમાં આચારસંહિતા અમલી બન્યાના રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે મોટો નિર્ણય લીધો છે. મમતા સરકારે દૈનિક મજૂરોનું વેતન વધારવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટ્વીટ કરીને આની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રીની ઘોષણા મુજબ, અકુશળ રોજગાર મજૂરોની વેતન દરરોજ 144 રૂપિયાથી વધારીને 202 રૂપિયા કરવાની જાહેરાત કરવામાં આવી છે. અર્ધ કુશળ કામદારોને હવે રૂપિયા 172 ને બદલે 303 રૂપિયા મળશે, જ્યારે કુશળ કામદારોને 404 રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે.

(12:00 am IST)