મુખ્ય સમાચાર
News of Saturday, 27th February 2021

ચીનમાં ' ટુ ચાઈલ્ડ પોલીસી ' નો ઉલાળિયો : બે સંતાનને બદલે પાંચ દીકરા અને બે દીકરી સહીત સાત સંતાનને જન્મ આપ્યો : કાયદાનો ભંગ કરનાર દંપતીને 1 લાખ 55 હજાર ડોલર ( અંદાજે 1 કરોડ રૂપિયા ) નો દંડ કરાયો

બેજિંગ : ચીનમાં સરકારે કૂદકે ને ભૂસકે વધી રહેલી વસતિને નિયંત્રણમાં રાખવા ટુ ચાઈલ્ડ પોલિસી અમલી કરી છે.જોકે આ પોલીસીનો બહુ અમલ થતો જણાતો નથી.બે બાળકોને બદલે ત્રણથી ચાર બાળકો પેદા કરનારા દંપતી તો ઘણા છે.પરંતુ તાજેતરમાં સ્થાનિક મીડિયામાં પ્રસિદ્ધ થયેલા સમાચાર મુજબ એક દંપતી કે જેમાં સ્ત્રીની ઉંમર 34 વર્ષ છે અને પુરુષની ઉંમર 39 વર્ષ છે તેણે સાત બાળકોને જન્મ આપ્યો છે.જે પૈકી પાંચ દીકરા અને બે દીકરીઓ છે.

આ બાબત સરકારના ધ્યાનમાં આવતા દંપતીને 1 લાખ 55 હજાર ડોલરનો દંડ કરાયો છે.ભારતીય ચલણ મુજબ આ રકમ  અંદાજે 1 કરોડ રૂપિયા ઉપરાંત થવા જાય છે.જો દંપતી આ રકમ ન ભરે તો સરકાર તેમના સંતાનોને કાયદેસર માન્યતા આપે નહીં તેથી તેઓને મળવાપાત્ર સરકારી લાભો મળી શકે નહીં તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:03 pm IST)