મુખ્ય સમાચાર
News of Saturday, 27th February 2021

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એબ્સ અને બાઈસેપ્સની તસ્વીર થઇ રહી છે સોશિયલ મીડિયામાં વાયરલ

માછીમારો સાથે માછલી પકડવા ઉતરેલા રાહુલએ બ્લુ કલરની શર્ટ અને ખાખી પેન્ટ પહેર્યું હતું

નવી દિલ્હી : સોશિયલ મીડીયા એક એવી જગ્યા છે જે કોઈને પણ રાતો રાત સેલિબ્રિટી બનાવે છે. હાલમાં જ એક તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની  છે. લોકો આ તસ્વીર જોઈને આશ્ચર્યચકિત થઈ રહ્યા છે તો આ સાથે જ રાહુલ ગાંધીને સૌથી ફિટ નેતા માણી રહ્યા છે.

આ તસ્વીર રાહુલ ગાંધીના કેરળ પ્રવાસ દરમિયાનની છે.જયારે રાહુલ ગાંધી જયારે માછીમારો સાથે પાણીમાં ઉતર્યા હતા. આ તસ્વીરમાં રાહુલ ગાંધીના બાઈસેપ્સ અને એબ્સ દેખાઈ રહ્યા છે. આ સાથે જ તેની શાનદાર ફિટનેસ પણ જોવા મળી રહી છે. માછીમારો સાથે માછલી પકડવા ઉતરેલા રાહુલએ બ્લુ કલરની શર્ટ અને ખાખી પેન્ટ પહેર્યું હતું. રાહુલના સમુદ્રમાં કુદતા માછીમારો ખુશ થઇ ગયા હતા.

સમુદ્રમાંથી બહાર નીકળી જયારે રાહુલ ગાંધી કપડાં બદલાવવા માટે નીકળ્યા હતા તો તેના ભીના શર્ટમાંથી તેના એબ્સ દેખાઈ ગયા હતા. આ દરમિયાનની તસ્વીર કોઈએ ક્લિક કરી લીધી હતી. આ તસ્વીરને ટ્વીટર પર શેર કરી કોંગ્રેસના પૂર્વ સાંસદીય રાજીવ શુકલાએ કહ્યું હતું કે, ધ્યાનથી જુઓ આ તસ્વીરને, રાહુલના એબ્સ પણ છે

બોક્સર અને કોંગ્રેસના નેતા વિજેન્દ્રસિંહે પણ ટ્વિટર પર આ ફોટો શેર કર્યો હતો અને રાહુલ ગાંધીની પ્રશંસા કરી હતી. તેમણે લખ્યું, આ એક બોક્સરના એબ્સ છે, લોકોના નિર્ભય અને યુવાન નેતા રાહુલ ગાંધી.

(11:26 am IST)