મુખ્ય સમાચાર
News of Saturday, 27th February 2021

રિલાયન્સ સહિતની કંપનીઓ ડિજિટલ પેમેન્ટ બજારમાં પ્રવેસશે

એનયુઈ માટે એપ્લિકેશન ભરવાની ૩૧ માર્ચ સુધી કરી : એનયુઈની મદદથી કંપનીઓ યુપીઆઈ જેમ પેમેન્ટ નેટવર્ક તૈયાર કરશે, તેનાથી ડિઝિટલ પેમેન્ટ માર્કેટમાં સ્પર્ધા વધશે

નવી દિલ્હી,, તા. ૨૭ : દેશમાં રિલાયન્સ, ગુગલ, ફેશબુક, ટાટા, એમેઝોન, એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા બેંક સહિતની અનેક ફાયનાન્સિયલ કંપનીઓ ડિઝિટલ પેમેન્ટ બજારમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. રિઝર્વ બેક્નએ કહ્યું કે ન્યું અમ્બ્રેલા એન્ટીટી એટલે કે એનયુઈ માટે એપ્લિકેશન ભરવાની તારીખ વધારીને ૩૧ માર્ચ સુધી કરી દીધી છે, પહેલા એપ્લિકેશન ભરવાની છેલ્લી તારીખ ૨૬ ફેબ્રુઆરી સુધી હતી, એનયુઈની મદદથી આ કંપનીઓ યુપીઆઈની જેમ પેમેન્ટ નેટવર્ક તૈયાર કરી શકશે, તેનાથી ડિઝિટલ પેમેન્ટ માર્કેટમાં સ્પર્ધા વધશે.

જાહેર ક્ષેત્રની એક્ટરની એક પણ બેંકે ન્યું અમ્બ્રેલા એન્ટીટીમાં રસ બતાવ્યો નથી, કોઇ પણ સરકારી બેંક પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિકસીત કરવામાં રસ બતવ્યો નથી, ન્યું અમ્બ્રેલા એન્ટીટી અંગે બેંકર્સનું કહેવું છે કે તેનાથી યુપીઆઈ અને આઈએમપીએસનું માળખુ મજબુત બનશે, આ કંપનીઓ માટે અલગથી પેમેન્ટ પ્લેટફોર્મ તૈયાર નહીં કરે. 

હવે વિવિધ કોન્સોર્ટિયમ પોતાના પ્રપોઝલ પર કામ કરી રહ્યા છે, તે રિઝર્વ બેંકને તે અંગે પ્રભાવિત કરવામાં લાગ્યા છે કે કઇ રીતે ડિઝિટલ ઇકોનોમીને પ્રમોટ કરશે અને વધુને વધુ લોકોને તેના પ્લેટફોર્મ સાથે જોડવાનું કામ કરશે,  તમામ કંપનીઓનાં પ્રનિનિધીઓ રિઝર્વ બેંકનાં અધિકારીઓનાં સંપર્કમાં છે, તે ઉપરાંત રેગ્યુલેશન સંબંધીત કામ પણ ચાલું જ છે, એવું મનાય છે કે એપ્લિકેશન રજુ થયા બાદ રિઝર્વ બેંક ઓછોમાં ઓછા ૬ મહિના માટે પ્રસ્તાવનો અભ્યાસ કરશે, ત્યાર બાદ ૨ એનયુઈને લાયસન્સ જારી કરશે,  રિઝર્વ બેંક માટે ડેટા સિક્યુરિટી પણ એક મોટો અને મહત્વનો મુદ્દો છે.

(9:22 pm IST)