મુખ્ય સમાચાર
News of Friday, 27th May 2022

૧લી જુનથી લોકોને સ્‍પર્શતા પ ફેરફાર થશે

લોકોના ખિસ્‍સા ઉપર પડશે પ્રહાર

નવી દિલ્‍હી તા.૨૭: મે મહિનો પુરો થવામાં હવે પાંચ દિવસ બાકી છે. દર વખતની જેમ નવો મહિનો શરૂ થતા જ કેટલાક નાના મોટા ફેરફારો જોવા મળતા હોય છે. તો આ વખતે પણ જૂનની શરૂઆતમાં થનાર ફેરફારો વિષે જાણવું તમારા માટે બહુ જરૂરી છે કેમકે તેની સીધી અસર તમારા ખીસ્‍સા પર થવાની છે.
સોૈ પહેલા વાત કરીએ ખીસ્‍સા પર ખર્ચ વધારનારા પહેલા ફેરફારની તો એક જૂન ૨૦૨૨ થી વાહનોનો થર્ડ પાર્ટી વીમો મોંઘો થવાનો છે એટલે તમારે ઇન્‍સ્‍યોરન્‍સનું પ્રીમીયમ વધારે ચુકવવું પડશે. ફોર વ્‍હીલ જ નહીં ટુવ્‍હીલર વાહનો પર પણ આ વધારેલા દરો લાગુ થશે. કેન્‍દ્ર સકારે બુધવારે થર્ડ પાર્ટી ઇન્‍સ્‍યોરન્‍સના દરોમાં૦ વધારો કરી દીધો છે.
વાત કરીએ બીજા ફેરફારની તો ૧ જુનથી ગોલ્‍ડ માર્કેટીંગનો બીજો તબકકો શરૂ થશે. બીજા તબક્કામાં સોનાના આભુષણોના ત્રણ વધારાના ૨૦,૨૩ અને ૨૪ કેરેટ તથા ૩૨ નવા જીલ્લાઓ આવર લેવામાં આવશે.
જો તમે એસબીઆઇની હોમ લોન લીધી છે અથવા લેવા માંગતા હો તો નવા મહીનાથી શરૂઆત તમારા માટે ખર્ચ વધારનારી બનશે. એસબીઆઇની વેબસાઇટ પર શેર કરાયેલ માહિતી અનુસાર વધી ગયેલ વ્‍યાજ દરો ૧ જૂન ૨૦૨૨થી અમલમાં આવશે.
ચોથો ફેરફાર ભારતીય પોસ્‍ટ પેમેન્‍ટ બેંકમાં લેવડ દેવડ પર થવાનો છે. નવા નિયમ અનુસાર દર મહિને પહેલા ત્રણ એઇપીએસ ટ્રાન્‍ઝેકશન મફત રહેશે. જેમાં એઇપીએસ રોકડ ઉપાડ, એઇપીએસ રોકડ જમા અને અ.પીએસ મીની સ્‍ટટમેંટ સામેલ છે. આ ત્રણ ટ્રાન્‍ઝેશન પછી રોકડ ઉપાડવા અથવા જમા કરવા પર ૨૦ રૂપિયા અને જીએસટી લાગશે, જ્‍યારે મીની સ્‍ટેટમેંટ પર પાંચ રૂપિયા અને જીએસટી લાગશે.
પહેલી જૂનથી અન્‍ય એક મોટો ફરેફાર થવા થઇ રહ્યો  છે તેના અનુસાર અર્બન અને રૂરલ વિસ્‍તારોમાં સરળ બચત અને પગાર માટેના ખાતામાં સરેરાશ માસીક બેલેન્‍સની લીમીટ ૧૫૦૦૦ થી વધારીનેહવે ૨૫૦૦૦ અથવા ૧ લાખ રૂપિયાની એફડી કરી દેવાઇ છે. લીબર્ટી સેવીંગ એકાઉન્‍ટ માટે તે ૧૫૦૦૦ થી વધારીને ૨૫૦૦૦ રૂપિયા કરાઇ છે. નવો ટેરીફ પ્‍લાન એક જુનથી અમલી બનશે.

 

(11:31 am IST)