મુખ્ય સમાચાર
News of Monday, 27th June 2022

સુપ્રીમ કોર્ટનાં ચુકાદાના વિરોધમાં મહિલાઓ રસ્તા પર ઊતરી : યુએસમાં ગર્ભપાતનો મહિલાઓનો અધિકાર રદ કરવાનાં ચુકાદાનો મોટાપાયે વિરોધ : કોર્ટનાં આ ચુકાદા પછી યુએસનાં 26 રાજ્યો ગર્ભપાત પર પ્રતિબંધ લગાવી શકે છે

મહિલાઓનો ગર્ભપાતનો અધિકાર રદ કરતો સુપ્રીમ કોર્ટનો ચુકાદો વિવાદ પકડી રહ્યો છે

અમેરિકામાં મહિલાઓનો ગર્ભપાતનો અધિકાર રદ કરતો સુપ્રીમ કોર્ટનો ચુકાદો વિવાદ પકડી રહ્યો છે. મહિલાઓએ હવે જ્યાં સુધી ગર્ભપાતનો અધિકાર પાછો ન મળે ત્યાં સુધી પુરુષો સાથે સેક્સ નહીં કરવાની ધમકીઓ આપી છે અને સેક્સ સ્ટ્રાઈકની ઝુંબેશ શરૂ કરાઈ છે.

સોશિયલ મીડિયામાં આ ઝુંબેશ જોર પકડી રહી છે. યુએસમાં ગર્ભપાતનો મહિલાઓનો અધિકાર રદ કરવાનાં ચુકાદાનો મોટાપાયે વિરોધ થઈ રહ્યો છે. કોર્ટનાં આ ચુકાદા પછી યુએસનાં 26 રાજ્યો ગર્ભપાત પર પ્રતિબંધ લગાવી શકે છે.

ગર્ભપાત કાયદો ન બને ત્યાં સુધી સેક્સ નહીં

મહિલાઓ દ્વારા પુરુષો સાથે જ્યાં સુધી ગર્ભપાત બંધારણીય કાયદો ન બને ત્યાં સુધી સેક્સ નહીં કરવાની ધમકીઓ અપાઈ રહી છે. જ્યાં સુધી મહિલા પોતે ગર્ભવતી બનવા ન માંગે ત્યાં સુધી પોતાનાં પતિ સાથે પણ સેક્સ નહીં કરવા અનુરોધ કરાઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર #SexStrike અને #abstinence નો જોરદાર ટ્રેન્ડ ચાલુ થયો છે. હજારો યુવતીઓ સેક્સ સ્ટ્રાઈકને ટેકો આપે તેવી મહિલાઓને શોધીને તેમની ઝુંબેશમાં જોડી રહી છે. જ્યાં સુધી ગર્ભપાતને બંધારણીય કાનૂનનો દરજ્જો ન અપાય ત્યાં સુધી સેક્સ નહીંનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. અનેક મહિલાઓ દેશવ્યાપી સેક્સ સ્ટ્રાઈકની માગણી કરીને પુરુષો સાથે સેક્સ સંબંધો નહીં બાંધવા અપીલ કરી રહી છે.

ગર્ભપાતનો અધિકાર છીનવી લેતા સુપ્રીમ કોર્ટનાં ચુકાદાના વિરોધમાં ઠેરઠેર મહિલાઓ રસ્તા પર ઊતરી આવી છે. હાથમાં પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યા છે. પોલીસને એરિઝોના કેપિટલ બહાર મહિલાઓને વિખેરવા ટિયરગેસ છોડવો પડયો છે. દેખાવકારી મહિલાઓ અહીં સેનેટ ભવનનાં કાચના દરવાજાને ધક્કા મારીને તોડવાના પ્રયાસો કરતી હતી ત્યારે ટોળાંને વિખેરવા પોલીસે બળપ્રયોગ કરવો પડયો હતો. સાંસદોને સલામત રાખવા ભોંયરામાં લઈ જવાયા હતા.

(12:47 am IST)