જેવું વેચશો તેવી જ ઓફર મળશે
રાજ કુન્દ્રા ઉપર આરોપ લગાડનાર અભિનેત્રીઓ ઉપર ભડકી રાખી સાવંત
મુંબઇ તા. ર૭: અશ્લીલ ફિલ્મો બનાવવાના આરોપસર ધરપકડ કરાયેલ રાજ કુન્દ્રા અંગે લોકોમાં રિએકશનની ભરમાર છે. સાથે જ કેટલીક અભિનેત્રીઓ પૂનમ પાંડે, શર્લીન ચોપડાએ વિરૂધ્ધમાં નિવેદન આપ્યું છે. રાજની તરફેણમાં રાખી સાવંતે ઝુકાવ્યું છે અને તે અભિનેત્રીઓ ઉપર સવાલ ઉઠાવ્યો છે જેણે કુન્દ્રા ઉપર આરોપ લગાડયા છે.
રાખીએ પેપરાઝી સાથે વાત કરતા જણાવેલ કે, તેમણે કાંઇ નથી કર્યું, તેઓ છુટી જશે. તમારી દુકાનમાં પીઝા મળતા હોય તો તમે પીઝા ખરીદશો. વડાપાઉં મળતા હોય તો વડાપાઉં ખરીદશો. એ મહિલાઓ જે હવેસાડી પહેરી ભારતીય નારી બનીને બેઠી છે. તેમનું બેક ગ્રાઉન્ડ જોવો પછી કોઇને જજ કરો. કેમ રાજ કુન્દ્રાએ મને ઓફર ન કરી? તેમણે કયારેય કોઇ સીધી સાદી મહિલાને ઓફર ન કરી? જે તમે દુકાનમાં વેંચશો તેવી જ ઓફર તેમને આવશે.