મુખ્ય સમાચાર
News of Tuesday, 27th July 2021

કૃણાલ ચુડાસમા નામના જાગૃત યુવાને હત્યારો જે રિક્ષામાં બેસી ભાગ્યો તેનો પીછો કર્યો, રસ્તામાંથી પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કર્યોઃ પોલીસે પણ તાબડતોબ પહોંચી માધાપર ચોકડીએથી પકડી લીધો

રાજકોટઃ પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ હત્યાની ઘટના જે ઘરમાં બની એ ઘરના રહેવાસી બહાર નીકળ્યા અને પડી ગયા ત્યારે એ વખતે જ કૃણાલ ચુડાસમા નામનો યુવાન ત્યાંથી કાર લઇને નીકળતાં તેણે પડી ગયેલા ઘરધણીને શું થયું? એમ પુછતાં તેણે પેલો શખ્સ દોડીને ભાગ્યો છે એ ગોળીબાર કરીને જાય છે...તેવી વાત કરતાં જ કૃણાલે ડર્યા વગર પોતાની કારથી એ શખ્સનો પીછો કર્યો હતો. એ દરમિયાન હત્યારો શખ્સ રિક્ષામાં બેસી જતાં કૃણાલે ચાલુ કારે જ પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરી રિક્ષા નંબર આપી દેતાં પોલીસ, ટ્રાફિક પોલીસ પણ તાબડતોબ પહોંચી ગઇ હતી અને રિક્ષા માધાપર ચોકડીએ પહોંચી ત્યારે રિક્ષાને આંતરી લીધી હતી અને હત્યારા અશોક મોૈર્યને પકડી લીધો હતો.

(3:20 pm IST)