મુખ્ય સમાચાર
News of Tuesday, 27th July 2021

કર્ણાટકના મુખ્યમંત્રીપદે બસવરાજ બોમ્મઇની પસંદગી :ધારાસભ્યોની બેઠકમાં મંજૂરીની મહોર

ધારાસભ્યોની બેઠક પહેલા બસવરાજ બોમ્મઈએ અનેક સ્થાનિક નેતાઓની કેન્દ્રીય નેતાઓ સાથે મુલાકાત કરી

કર્ણાટકને પોતાના નવા મુખ્યમંત્રી મળી ગયા છે. બીએસ યેદિયુરપ્પાએ સોમવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતુ. તે પછી આજે બેંગ્લોરમાં ભાજપા ધારાસભ્યોની એક બેઠકમાં બસવરાજ બોમ્મઈને આગામી મુખ્યમંત્રીના રૂપમાં ચૂંટવામાં આવ્યા છે. બેઠકથી પહેલા કેન્દ્રીય મંત્રીઓએ રાજ્યના અનેક નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

કાર્યવાહક સીએમ યેદિયુરપ્પા કેન્દ્રીય મંત્રીઓ જી કિશન રેડ્ડી અને ધર્મેન્દ્ર પ્રધાન સાથે હોટલ પહોંચ્યા, જ્યા ધારાસભ્યોની એક બેઠક થઈ. બેઠકમાં બાસવરાજના નામ પર થપ્પો લાગ્યો હતો. આ વચ્ચે મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ ચાલી રહેલા બોમ્મઈએ પણ ધર્મેન્દ્ર પ્રધાન સાથે મુલાકાત કરી હતી.

કર્ણાટકના મંત્રી બસવરાજ બોમ્મઈ અને જગદીશ શેટ્ટારે આજે સાંજે બેંગ્લોરમાં રાજ્યના બીજેપી નિરીક્ષકો અને કેન્દ્રીય મંત્રીઓ ધર્મેન્દ્ર પ્રધાન અને જી કિશન રેડ્ડા સાથે મુલાકાત કરી.

ધારાસભ્યોની બેઠકથી પહેલા બસવરાજ બોમ્મઈએ કુમારા ક્રૂપા ગેસ્ટ હાઉસમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, કિશન રેડ્ડી અને અરૂણ સિંહ સાથે મુલાકાત કરી હતી. આ વચ્ચે બીજેપી નેતા રેણુકાચાર્ય અને ડોક્ટરના સુધારકે બીજેપીના પ્રદેશ પ્રભારી અરૂણ સિંહ સાથે મુલાકાત કરી.

(8:54 pm IST)