મુખ્ય સમાચાર
News of Thursday, 27th August 2020

રિયા મારા પુત્રની હત્યારી છે : ઝેર પીવડાવતી'તી

સુશાંતસિંહ રાજપૂતના પિતાનો સનસનીખેજ આરોપ

નવી દિલ્હી તા. ૨૭ : સુશાંત રાજપૂતના પિતાએ પહેલીવાર રિયા ઉપર ખુલ્લેઆમ આરોપ મુકયા છે. તેમણે કહ્યું છે કે, રિયા મારા પુત્રની હત્યારી છે. હવે તપાસ એજન્સીઓએ રિયા અને તેના સાથીદારોની તાત્કાલીક ધરપકડ કરવી જોઇએ. તેમણે વધુમાં જણાવ્યું છે કે, રિયા મારા પુત્રને લાંબા સમયથી ઝેર પીવડાવતી હતી.

બોલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની સીબીઆઇની તપાસ દરમિયાન અનેક પ્રકારના એન્ગલ સામે આવ્યા છે. આ દરમિયાન તેમના પિતાએ ટાઇમ્સ નાઉને જણાવ્યું હતું કે, રિયા જ મારા પુત્રની હત્યારી છે. તેઓએ એમ પણ કહ્યું હતું કે રિયા સુશાંતને લાંબા સમયથી ઝેર પીવડાવતી હતી. તો બીજી તરફ સુશાંતનું બહેન શ્વેતા સિંહે ટવીટ કરીને જણાવ્યું છે કે, ભારત સરકારે એક મુખ્ય આરોપીને ઇન્ટરવ્યુ આપવા અને પબ્લીસીટી સ્ટન્ટ મેળવવાની પરવાનગી આપવી ન જોઇએ.

(11:03 am IST)