મુખ્ય સમાચાર
News of Thursday, 27th August 2020

વિલંબિત જીએસટીની ચુકવણી

કરની કુલ રકમ પર પહેલી સપ્ટેમ્બરથી વ્યાજ વસૂલાશે

નવી દિલ્હી,તા. ૨૭: સરકારે સામાન અને સેવા કર (જીએસટી)ની વિલંબિત ચૂકવણી કરની કુલ રકમ (નેટ ટેકસ લાયાબિલિટી) પર ૧લી સપ્ટેમ્બરથી વ્યાજ વસૂલવાની વાત બુધવારે જાહેર કરી હતી.

વિલંબિત જીએસટીની ચૂકવણીના ન ભરવામાં આવેલા અંદાજે રૂ. ૪૬૦૦૦ કરોડના વ્યાજની વસૂલાત માટે સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકા મામલે આ વર્ષની શરૂઆતમાં ઉદ્યોગજગતે ચિંતા વ્યકત કરી હતી.કેન્દ્ર અને દરેક રાજયના નાણાં પ્રધાનોની બનાવવામાં આવેલી જીએસટી કાઉન્સિલની માર્ચ મહિનામાં મળેલી ૩૯મી બેઠકમાં જીએસટીની વિલંબિત ચૂકવણી કરની કુલ રકમ (નેટ ટેકસ લાયાબિલિટી) પર ૧લી જુલાઇ, ૨૦૧૭થી વ્યાજ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને એ પ્રમાણે કાયદામાં ફેરફાર કરવામાં આવશે.

જોકે, ત્યાર બાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેકટ ટેકસીસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી)એ ૨૫મી ઓગસ્ટે એવી જાહેરાત કરી હતી કે ૧ સપ્ટેમ્બર, ૨૦૨૦થી ટેકસ લાયાબિલિટી પર વ્યાજ

વસૂલવામાં આવશે. સીબીઆઇસીએ અગાઉ જણાવ્યું હતું કે જીએસટીનો કાયદો વિલંબિત જીએસટીની ચૂકવણી પર વ્યાજની આકારણી ગ્રોસ ટેકસ લાયાબિલિટીના આધારે નક્કી કરવાની પરવાનગી આપે છે. ત્રિમાસિક રિટર્ન ફાઇલ કરતા અને કોમ્પોઝિશન સ્કિમમાં જોડાયેલા વ્યવસાય સિવાયના જીએસટી હેઠળ નોંધાયેલા વ્યવસાયોએ જીએસટીઆર-૧ રિટર્ન ફાઇલ કરવાના રહેશે અને એમાં આવતા મહિનાની ૧૧ તારીખ સુધીમાં કરની જવાબદારી દેખાડવી પડશે અને જીએસટીઆર-૩બી ભરીને ૨૦થી ૨૪ વચ્ચે કર ભરવાનો રહેશે (આ તારીખ રાજય પ્રમાણે જુદી હોઇ શકે).

એવા ઘણાં કિસ્સા છે કે જેમાં જીએસટી અસેસીએ અંતિમ તારીખ બાદ જીએસટી કર ભર્યો હોય, પણ કર મોડો ભરવા માટેનું વ્યાજ ન ભર્યું હોય. આવા લોકોએ કેટલો કર ભરવો એ વિશે અનેક મતમતાંતર હતા. કર મોડો ભરાયો હોય તો એ ઉપર ૧૮ ટકાના હિસાબે વ્યાજ વસૂલવામાં આવે છે.

(11:08 am IST)