મુખ્ય સમાચાર
News of Thursday, 27th August 2020

બોલિવૂડમાં નાર્કો ટેસ્ટ કરવામાં આવે તો મોટા સ્ટાર જેલમાં જશે : કંગના

ડ્રગ્સને લઇને ખુલાસો કરી આ બદી દૂર કરવા માટે પીએમ મોદીને અપીલ પણ કરી

મુંબઇ,તા.૨૭ : તાજેતરમાં બોલિવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપુતના મોતનાં કેસની મુખ્ય આરોપી રિયા ચક્રવતી નશા માટે ડ્રગ્સનો ઉપયોગી કરતી હતી અને સુશાંતને પણ ડ્રગ્સ આપતી હતી એવા ચોંકાવનારા પર્દાફાશ બાદ બોલિવૂડની અભિનેત્રી કંગના રાણાવતે સનસનીખેજ ખુલાસો કરતાં જાણવ્યું હતું કે જો બોલિવુડમાં નાકોસ્ટિકસ ટેસ્ટ કરવામાં આવે તો કેટલાય મોટા સ્ટાર્સને જેલમાં જવાની નોબત આવી શકે છે. કંગના રાણાવતે બોલિવુડમાં ડ્રગ્સની બદી દુર કરવા માટે વડા પ્રધાન નરેન્દ્રમોદીને અપીલ કરી છે અને તેણે પોતાનાં ટ્વિટમાં પીએમઓને ટેગ કર્યુ છે.

બોલિવૂડમાં ડ્રગ્સ કનેકશન પર કંગના રાણાવતે પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું. કે મારાં ડ્રિંકસમાં પણ મારા મેન્ટર ડ્રગ્સ ભેળવી દેતા હતા. કંગના રાણાવતે લખ્યું છે કે હું જ્યારે સગીર હતી ત્યા મારા મેન્ટોર મને આ રીતે હેરાન કરતા. તેઓ મારાં ડ્રિંકસમાં ડ્રગ્સ મિલાવીને મને પોલીસ પાસે જતા રોકતા હતા. જ્યારે હું સફળ અભિનેત્રી થઇ અને મશહુર ફિલ્મી પાર્ટીઓમાં જવા લાગી ત્યારે મારો આ ખતરનાક દુનિયા, ડ્રગ્સ ઐયાશી અને માફિયા જેવી બાબતો સાથે સંપર્ક થયો હતો એવું ટ્વિટ કંગના રાણાવતે કર્યુ છે.

કંગના રાણાવતે આ ટ્વિટમાં લખ્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી લોકપ્રિય ડ્રગ કોકેન છે. આ ડ્રગ્સનો લગભગ તમામ હોમ પાર્ટીમાં ઉપયોગ કરવમાં આવે છે. આ ડ્રગ્સનો લગભગ તમામ હોમ પાર્ટીમાં ઉપયોગ કરવામાં આવે છે. આ ડ્રગ્સ ખુબ જ મોંઘુ આવે છે., પરંતુ શરૂઆતમાં  જ્યારે તમે મોટા અને શકિતશાળી લોકોના ઘરે જાવ છો ત્યારે તમને આ ડ્રગ્સ મફતમાં આપવામાં આવે છે. આ માટે એમડીએમના ક્રિસ્ટલ પાણીમાં ભેળવી દેવમાં આવે છે. અને કયારેક કયારેક તે કોઇ પણ પ્રકારની જાણ કર્યા વગર તેમને આપી દેવામાં આવે છે.

કંગનાએ ટ્વિટમાં આગળ લખ્યું છે કે જો નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરો બોલિવૂડમાં એન્ટ્રી મારશે તો કેટલાયે એ લિસ્ટર સ્ટાર જેલમાં જશે. જો બ્લડ ટેસ્ટ કરાવવામાં આવશે તો કેટલાય ચોંકાવનારા ખુલાસા થશે. હું આશા રાખું છું કે વડા પ્રધાન દ્વારા સ્વચ્છ ભારત અભિયાન હેઠળ બોલિવૂડની આ ગટરની ગંદકી સાફ કરવામાં આવે.

કંગના રાણાવતે પોતાનાા આ ટ્વિટમાં પીએમઓને ટેગ કરીને આ બદીનો અંત લાવવા માટે વડા પ્રધાનને અપીલ કરી છે. કંગનાએ અન્ય એક ટ્વિટમાં એવું પણ લખ્યું છે કે હું નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરોને મદદ કરવા તૈયાર તૈયાર છું, પરંતુ આ માટે કેન્દ્ર સરકાર તરફથી મને સુરક્ષા મળવી જોઇએ. મેં માત્ર મારી કરિયરને જ નહીં બલકે સમગ્ર જીંદગીને ખતરામાં મૂકી દીધી છે. એક વાત તો સ્પષ્ટ છે કે સુશાંતસિંહ રાજપૂત પણ કેટલાં રહસ્યો જાણતો હતો જેના કારણે તેને મારી નાખવામાં આવ્યો છે.

દરમિયાન કંગના રાણાવત મુશ્કેલીમાં મુકાઇ શકે છે. તેની વિરૂધ્ધ ગુરુગ્રામમાં દેશદ્રોહની ફરિયાદ પણ કરવામાં આવી છે. ગુરૂગ્રામ સેકટર-૩૭ પોલીસ સ્ટેશનમાં ભીમસેનાના પ્રમુખ નવાબ સતપાલ તંવરે કંગના રાણાવત વિરૂધ્ધ દેશદ્રોહની ફરિયાદ કરી છે. તેમના જણાવ્યા અનુસાર કંગના રાણાવતે ટ્વિટ કરીને બંધારણનું અપમાન કર્યુ છે.

(3:54 pm IST)