મુખ્ય સમાચાર
News of Monday, 27th September 2021

નવા સપ્તાહની શરૂઆતમાં સોના ચાંદીના ભાવમાં રિકવરી : પાછલા દિવસોની નરમાઇ બાદ બંને કિંમતી ધાતુમાં સુધારો

ખુલતા બજારે સોનાના વાયદામાં 132 રૂપિયા અને ચાંદીમાં 558 રૂપિયાનો વધારો થયો

મુંબઈ : નવા સપ્તાહના પહેલા દિવસ સોમવારે સોના અને ચાંદીમાં હકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ  પર સોના અને ચાંદીના ફ્યૂચર ટ્રેડ ઉછાળા સાથે જોવા મળી રહ્યા છે. MCX પર સવારે 10:15 વાગ્યે સોનું વાયદો  0.29 ટકા એટલે કે 132 રૂપિયાના ઉછાળા સાથે 46,127 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. ચાંદીમાં પણ 0.93 ટકાનો ઉછાળો જોવા મળ્યો અને 558 રૂપિયાના વધારા સાથે સિલ્વર ફ્યૂચર 60,513 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું.

(11:13 am IST)